Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

હવે મોતિયો જ નહીં આવેઃ મળશે સર્જરીની માથાકુટથી છૂટકારો

વૈજ્ઞાનિકોએ એવું ઈમ્પ્લાન્ટ તૈયાર કર્યુ છે જે મોતિયાને વધવા નહીં દે

ન્યુયોર્ક, તા.૨૨: હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે. વૈજ્ઞાનિકોએ છરીની જેમ દેખાતું એવું ઈમ્પ્લાન્ટ તૈયાર કર્યું છે જે મોતિયાને વધવા નહીં દે. ઈમ્પ્લાન્ટને તૈયાર કરનાર અમેરિકાની ફાર્મા કંપની નેકયુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, તેના દ્વારા દ્યણા હદ સુધી સર્જરીને રોકવામાં સફળતા મળી શકે છે.

કઈ રીતે કામ કરે છે નવું ઈમ્પ્લાન્ટ?

અમેરિકી ફાર્મા કંપની નેફ્યુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, આ ઈમ્પ્લાન્ટનું નામ NPI-002 છે. સામાન્ય રીતે આંખોમાં કેલ્શિયમનું સ્તર વધવા પર મોતિયો આવે છે. આ નવું ઈમ્પ્લાન્ટ આ કેલ્શિયમને

વધવાથી રોકે છે. દુનિયાભરના વૃદ્ઘોમાં વધી રહેલી મોતિયાની બીમારીને રોકવા માટે નવા ઈમ્પ્લાન્ટનું હ્યુમન ટ્રાયલ જલ્દી જ શરૂ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે હ્યુમન ટ્રાયલ સફળ રહેશે તો આ ઈમ્પ્લાન્ટ એક મોટો ફેરફાર લાવી શકે છે. હ્યુમન ટ્રાયલમાં ૬૫ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના ૩૦ લોકો શામેલ કરવામાં આવશે.

કંપનીનો દાવો છે કે દર્દીઓની આંખમાં આ ઈમ્પ્લાન્ટને સીધો ઈન્જેકટ કરવામાં આવશે. આ ઈમ્પ્લાન્ટ આંખોમાં ધીરે ધીરે એન્ટીઓકસીડેન્ટ્સ પહોંચાડતુ રહે છે. તેની મદદથી મોતિયાની અસર ઘટી જાય છે અને સર્જરીની જરૂર નથી પડતી.

આ કારણે આવે છે મોતિયો

મોતિયો વધતી ઉંમરની સાથે જ થનાર આંખોની બીમારી છે. ૫૦ વર્ષની ઉંમર બાદ શરીરમાં એન્ટીઓકસીડેન્ટ્સની કમી થવા લાગે છે અને આંખોમાં કેલ્શિયમ જમા થવા લાગે છે. તેની સીધી અસર આંખોના પ્રાકૃતિક લેન્સ પર પડે છે. આ લેન્સ ડેમેજ થવા લાગે છે. આંખોની પુતળી પર સફેદ સ્પોર્ટ જોવા મળે છે. જેના કારણે દર્દીને બધુ ઝાંખું દેખાવા લાગે છે. આ ઉંમરમાં સ્મોકિંગ અને આલ્કોહોલ લેનાર લોકોમાં સ્થિતિ વધારે બગડે છે. મોટાભાગના દર્દીઓની સર્જરી કરવી પડે છે. સર્જરીના જોખમને ઓછુ કરવા માટે અમેરિકી કંપનીએ આ ઈમ્પ્લાન્ટ લોન્ચ કર્યું છે.

(4:33 pm IST)