Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમુક ચોક્કસ જગ્યા ઉપર ભરતી માટે નક્કી કરેલી લાયકાત કરતા વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને નોકરીમાં લઇ શકાય નહીં : વર્ગ-4 ની પોસ્ટ માટે લઘુત્તમ મેટ્રિક અને મહત્તમ લાયકાત 10+2 નક્કી કરાઈ હોવાથી તેનાથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરી શકાય નહીં : જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ હાઈકોર્ટનો ચુકાદો

જમ્મુ : તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે આપેલા એક ચુકાદામાં જણાવ્યું છે કે અમુક ચોક્કસ જગ્યા ઉપર ભરતી માટે નક્કી કરેલી લાયકાત કરતા વધુ   લાયકાત ધરાવતા ઉમેદવારોને નોકરીમાં લઇ શકાય નહીં . વર્ગ-4 ની પોસ્ટ માટે લઘુત્તમ મેટ્રિક અને મહત્તમ લાયકાત 10+2 નક્કી કરાઈ હોવાથી તેનાથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરી શકાય નહીં

મહત્ત્વની વાત એ છે કે, ન્યાયમૂર્તિ સંજય ધર અને ન્યાયમૂર્તિ અલી મોહમ્મદ મેગ્રેની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે વર્ગ-4ની પોસ્ટ માટે અનુક્રમે મેટ્રિક અને 10+2 માટે લઘુત્તમ અને મહત્તમ લાયકાતના માપદંડો અતાર્કિક, ગેરવાજબી કે મનસ્વી નથી.

આ સાથે, રિટ કોર્ટે જાહેર કર્યું હતું કે અપીલકર્તા એટેન્ડન્ટ (વર્ગ- IV) [જમ્મુ અને કાશ્મીર પબ્લિક સર્વિસમાં] ની પોસ્ટ માટે ઓવરક્વોલિફાઇડ હતો અને તેથી, તે પ્રશ્નાર્થ પોસ્ટ માટે અરજી કરી શકતો નથી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(1:38 pm IST)