Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

આધુનિક શિક્ષણ માત્ર ભૌતિકવાદી છે : ચારિત્ર્ય ઘડતર કરતું નથી : શિક્ષણમાં નૈતિક મૂલ્યો સાથે સર્વાંગી વિકાસનો સમાવેશ થવો જોઈએ : ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રમના

ન્યુદિલ્હી : ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ તાજેતરમાં જણાવ્યું છે કે આધુનિક શિક્ષણ માત્ર ભૌતિકવાદી છે .તે વ્યક્તિનું ચારિત્ર્ય ઘડતર કરતું નથી .શિક્ષણમાં નૈતિક મૂલ્યો સાથે સર્વાંગી વિકાસનો સમાવેશ થવો જોઈએ .

શ્રી સત્ય સાંઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાયર લર્નિંગના 40મા દીક્ષાંત સમારોહમાં ઉદબોધન કરતા નામદાર ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે સાચું શિક્ષણ ધીરજ, પરસ્પર સમજણ અને પરસ્પર આદરનો વિકાસ કરે છે.

તેમણે યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે "બાળકો માટે સત્ય સાઈ બાબાના અતૂટ પ્રેમ"ને કારણે આ યુનિવર્સીટી અસ્તિત્વમાં આવી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે યુનિવર્સિટી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને આગળ વધારતું શિક્ષણ આપી રહી છે.

"આ યુનિવર્સિટી આધુનિક ગુરુકુલમની વિભાવનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. શિક્ષણ સૌથી સમકાલીન છે. ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો સાર પણ આત્મસાત કરવામાં આવ્યો છે. મને એ જાણીને આનંદ થયો કે આ યુનિવર્સિટી એક નવા R&D ક્ષેત્રની યોજના બનાવી રહી છે . તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)