Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પ્રથમ પત્નીથી થયેલા પાંચ સંતાનો અને પત્નીને ભગવાન ભરોસે છોડી દઈ બીજા લગ્ન કરી લીધા : પ્રથમ પત્નીએ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : નામદાર કોર્ટે પુનર્લગ્ન કરનાર તમામ વ્યક્તિઓ માટે લાલબત્તી ધરતો ચુકાદો આપ્યો : બીજા લગ્ન કરતી વખતે પ્રથમ લગ્નથી થયેલા સંતાનો ,પોતાની આવક ,તથા મિલકતની વિગત દર્શાવવાનું ફરજીયાત કર્યું

પંજાબ : પ્રથમ પત્નીથી થયેલા પાંચ સંતાનો અને પત્નીને ભગવાન ભરોસે છોડી દઈ બીજા લગ્ન કરી લેનાર વિરુદ્ધ પ્રથમ પત્નીએ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના દ્વાર ખખડાવતા નામદાર કોર્ટે પુનર્લગ્ન કરનાર તમામ વ્યક્તિઓ માટે લાલબત્તી ધરતો ચુકાદો આપ્યો છે.

જે મુજબ પુનર્લગ્ન કરનાર તમામ વ્યક્તિઓએ પ્રથમ લગ્નથી થયેલા સંતાનો ,પોતાની આવક ,તથા સ્થાવર અને જંગમ મિલકતની વિગત આપવાનું ફરજીયાત કર્યું છે.

નોંધપાત્ર રીતે, આ ઘોષણા તમામ માટે ફરજિયાત કરવામાં આવી છે કે જેઓ લિવ-ઇન રિલેશનશિપમાં છે અથવા બીજા લગ્ન કરે છે તે તમામને લાગુ પડશે.તેમ જણાવ્યું છે.

જસ્ટિસ અરવિંદ સિંહ સાંગવાનની ખંડપીઠે આ આદેશ આશરે 33 વર્ષની વયના સદ્દામ અને લગભગ 25 વર્ષની વયની તાહિરાએ એકબીજા સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરીને કરેલી સંરક્ષણ અરજીમાં આવ્યો હતો. એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે બંને અરજદારોના આ બીજા લગ્ન છે

અરજદાર નંબર 1 (સદ્દામ) ની પ્રથમ કાયદેસર રીતે પરણેલી પત્નીએ સદ્દામ સાથે સરમિનાના લગ્નમાંથી જન્મેલા પાંચ બાળકોની વિગતો રેકોર્ડ પર મૂકી, અને એવી રજૂઆત કરી કે તેણીને ભગવાનની દયા પર છોડી દેવામાં આવી હતી . તેણીની અને 1½ વર્ષથી 11 વર્ષની વયના પાંચ સગીર બાળકોને જાળવવાની જવાબદારીનો સદ્દામે ઇનકાર કર્યો હતો

વધુમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર નં. 2 (તાહિરા) પણ અગાઉ પરિણીત હતી અને તેણીને આ લગ્નથી એક સંતાન પણ હતું અને અરજદાર (સદ્દામ અને તાહિરા) વચ્ચે કહેવાતા લગ્ન ગેરકાયદેસર હતા અને કાયદા હેઠળ સ્વીકાર્ય નથી.

અદાલતે ઉમેર્યું હતું કે ઉપરોક્ત કેસમાં, અરજદાર નંબર 1 જેવી કાયદેસર રીતે પરિણીત પત્નીના અધિકારો તેમજ પાંચ સગીર બાળકોના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ અને અદાલતે સત્તાના ઉપયોગ દરમિયાન ભારતના બંધારણની કલમ 21 હેઠળ તેમના વાલી તરીકેની કાળજી લેવી જોઈએ.

નામદાર કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સદ્દામની જમીન વેચી નાખવી .અને તેના વેચાણની આવકમાંથી, પ્રથમ પત્ની સરમિનાને 25 ટકા રકમ ચૂકવવી  જેથી તેણી તેના સગીર બાળકોની સંભાળ રાખી શકે. જેથી કરીને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં રહી શકે અને તેમની આજીવિકા મેળવવા અથવા ગેરકાયદેસર રીતે જીવવા માટે હાર્ડકોર ગુનેગાર ન બની શકે."તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(11:29 am IST)