Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કોરોનાના વળતા પાણી : ૫૩૮ દિવસના નીચલા સ્તરે કેસ

૨૪ કલાકમાં ૮૪૮૮ નવા કેસઃ ૨૪૯ના મોત

નવી દિલ્હી, તા.૨૨: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૪૫માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જયારે સળંગ ૧૪૮માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે.  
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૮૮ નવા કેસ નોંધાયા છે અને ૨૪૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૨.૫૧૦ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ ૫૩૮ દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૧૮,૪૪૩ પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૦૮૦ કેસ નોંધાયા છે અને ૪૦ સંક્રમિતોના મોત થયા છે. રવિવારે દેશમાં ૧૦,૪૮૮ નવા કેસ નોંધાયા હતા અને ૩૧૩ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં અત્યાર સુધીમાં ૧૧૬,૮૭,૨૮,૩૮૫ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૩૨,૯૯,૩૩૭ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
ઈન્ડિયન કાઉંન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ત્ઘ્પ્ય્)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૬૩,૨૫,૨૪,૪૫૯ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૭,૮૩,૫૬૭૯ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
કુલ કેસઃ ૩ કરોડ ૪૫ લાખ ૦૮ હજાર ૪૧૩, કેસ ડિસ્ચાર્જઃ ૩ કરોડ ૩૯ લાખ ૨૨ હજાર ૨૧૮, એક્ટિવ કેસઃ ૧ લાખ ૧૮ હજાર ૪૪૩, કુલ મૃત્યુઆંકઃ ૪ લાખ ૬૫ હજાર ૫૯૮.

 

(11:00 am IST)