Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

દહેજમાં બાઇક ના મળ્યુ તો દહેજ ભૂખ્યો વરરાજા જાન લઇને ના આવ્યો : નોંધાયો કેસ

નારાજ દુલ્હન લગ્નના મંડપના બદલે વરરાજા અને વર પક્ષના વિરૂધ્ધ પોલીસ સ્ટેશન પહોંચી

છપરા,તા.૨૨: બિહારના સારણ જિલ્લાના છપરામાં દહેજ ભૂખ્યા વરરાજાએ દહેજમાં બાઇક ના મળ્યું તો જાન લઇ જવાની ના પાડી દીધી હતી. જેનાથી નારાજ દુલ્હન લગ્નના મંડપના બદલે વરરાજા અને વર પક્ષના વિરુદ્ઘ પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ ઘટના હરપુરજાન ગામની છે. મળેલી જાણકારી પ્રમાણે બ્રુજેશ રામની પુત્રી ગુડિયા કુમારીના લખનપુર ગામના જગમાલ રામના પુત્ર ધર્મેન્દ્ર રામ સાથે નક્કી થયા હતા. રવિવારે ૨૧ નવેમ્બરે ગુડિયાના ઘરે વરરાજા જાન લઇને આવવાના હતા.

દુલ્હનના પરિવારજનો તરફથી વર પક્ષની સ્વાગતની પૂરી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ગુડિયા દુલ્હન બનીને તૈયાર હતી. તે સમયે બ્રુજેશ રામના મોબાઇલ પર વરરાજાના પિતા દ્વારા ફોન કરીને મોટરસાઇકલ ના મળવા પર લગ્ન કેન્સલ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે દહેજમાં બાઇક મળ્યું નથી જેથી અમે બારાત લઇને આવીશું નહીં. આટલું સાંભળતા જ દુલ્હનના પક્ષમાં હડકંપ મચી ગયો હતો. આ પછી દુલ્હન બનેલી ગુડિયા રડતા-રડતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને દહેજ લોભી વરરાજાના પક્ષ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

દૂલ્હનની માતા ચંદ્રાવતી દેવીએ જણાવ્યું કે બંને પક્ષોની સહમતિથી આ લગ્ન નક્કી થયા હતા. અમે પોતાની શકિત પ્રમાણે યુવકના પરિવારજનોએ દહેજ પણ આપ્યું હતું. જોકે લગ્નના દિવસે વરરાજાના પિતાએ ફોન પર કહ્યું કે તેમને બાઇક પણ જોઈએ, જયારે અમે લોકોએ તેના પર પોતાની અસમર્થતા જણાવી તો વરરાજાએ જાન લઇને આવવાની ના પાડી હતી. આ સંબંધમાં સારણના એસપી સંતોષ કુમારે મસરખ પોલીસ સ્ટેશનને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે પીડિતાને ન્યાય મળશે. 

(10:07 am IST)