Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

૭.૩૫ સેકન્ડમાં ૧૦ માસ્ક પહેરવાનો રેકોર્ડ

નવી દિલ્હી,તા. ૨૨: ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવા માટે લોકો અનેક વાર એવાં ગતકડાં કરતા હોય છે કે જોનારાઓને પણ હસવું આવી જાય, પણ ગિનેસ બુકમાં આવી વાતોની નોંધ લેવાતી હોય છે અને લોકોને એને માટેનાં સર્ટિફિકેટ પણ મળતાં હોય છે. હવે કોરોનાની મહામારીનો સમય હોય તો માસ્ક પહેરવાનો રેકોર્ડ ન બને એમ કેમ ચાલે.

થોડા મહિના પહેલાં જયોર્જ પીલ નામના એક છોકરાએ માત્ર ૭.૩૫ સેકન્ડમાં ઉપરાઉપરી ૧૦ સર્જિકલ માસ્ક પહેરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ વિડિયોને અત્યાર સુધી ૩,૩૫,૩૩૦ લાઇકસ અને અનેક કમેન્ટ્સ મળી છે.

ઇન્સ્ટાગ્રામ-પેજ પર પોસ્ટ કરાયેલા આ વિડિયો પર એક વ્યકિતએ કમેન્ટ કરી છે કે હવે આ પણ ટેલન્ટ ગણાશે. ખરેખર લોકો ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા કાંઈ પણ કરે છે.

(10:06 am IST)