Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કૃષિ કાયદા પરત ખેંચાયા બાદ પણ ખેડૂતો યોગીનું ટેન્શન વધારશે? આજે લખનૌમાં કિસાન પંચાયત

ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા બાદ પણ સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.  પીએમ મોદીની જાહેરાત બાદ જ્યાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ ખેડૂતોનું આંદોલન પાછું ખેંચવાનું વિચારી રહ્યા હતા ત્યાં ખેડૂતોએ આ આશા પર પાણી ફેરવી દીધું છે.  ખેડૂતો સ્પષ્ટપણે કહે છે કે જ્યાં સુધી એમએસપી અંગેનો નક્કર કાયદો અને ત્રણ કૃષિ કાયદા સંસદમાંથી પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી તેઓ હળવા થવાના મૂડમાં નથી.  સંયુક્ત કિસાન મોરચાએ નિર્ણય લીધો છે કે આજે ૨૨ નવેમ્બરે લખનૌમાં કિસાન પંચાયત થશે, ૨૬ નવેમ્બરે તમામ સરહદો પર બેઠક યોજવામાં આવશે અને ૨૯ નવેમ્બરે સંસદ સુધી કૂચ કરવામાં આવશે.  કૃષિ પ્રભુત્વ ધરાવતા ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર માટે આના પર કાબુ મેળવવો આસાન કે મુશ્કેલ હશે તે તો સમય જ કહેશે.

(9:27 am IST)