Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

યુપીમાં ઓવૈસીના શબ્દોથી ખળભળાટ: "એનઆરસી" લાગૂ થશે તો અહીં શાહીન બાગ બનાવી દેશું ચૂંટણીમાં રાજકીય નુકસાન જવાની સંભાવનાને લીધે કૃષિ કાયદા પાછા ખેંચવા પડ્યા છે: ઓવૈસી

ટૂંક સમયમાં આવી રહેલી યુપી ની સામાન્ય ચૂંટણીને લઈને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે  રવિવારે બારાબંકી પહોંચ્યા હતા.  અહીં ઓવૈસીએ "સીએએ" અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.  ઓવૈસીએ કહ્યું કે જો સરકાર એનઆરસી લાગુ કરશે તો અમે અહીં શાહીન બાગ બનાવીશું.  ઓવૈસીએ મોદી સરકાર દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચી લેવા પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

આ દરમિયાન યુપી ચૂંટણીને લઈને ઓવૈસીએ કહ્યું કે તેઓ યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડશે.યુપીમાં ચૂંટણી લડવા અંગે ઓવૈસીએ કહ્યું કે અમે યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડીશું.  અત્યારે અમે કેટલીક પાર્ટીઓ સાથે ગઠબંધનની વાત કરી રહ્યા છીએ.  અમે ચૂંટણી લડીશું કે નહીં તે તો સમય જ કહેશે.  ચૂંટણીમાં શું થશે, તે આવનારા પરિણામ જ કહેશે.

વડાપ્રધાન ઉપર મોટો પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન દેશના સૌથી મોટા યુક્તિબાજ વડાપ્રધાન છે.  તેમના સદભાગ્યની વાત છે કે તેઓ રાજકારણમાં આવ્યા, નહીંતર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ગરીબ વ્યક્તિઓનું શું થાત. તેઓ તમામ એવોર્ડ જીત્યા હોત.ઓવૈસીએ કહ્યું કે તેમણે કહેલ કે કૃષિ કાયદા અંગેના આંદોલનને કારણે તેમની ધારણા બગડી રહી છે.  આ સાથે તેમણે ચૂંટણીમાં રાજકીય નુકસાન થવાની સંભાવના સાથે કૃષિ કાયડા પાછ ખેંચવાની જાહેરાત કરી છે.

(9:18 am IST)