Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ભારતી સિંહ અને હર્ષને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયા : કોર્ટમાં રજૂ કરવામાં આવશે

મુંબઈ : કોમેડિયન ભારતી અને તેના પતિને હર્ષને હાલ મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે. તેઓને કીલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો મેડિકલ ચેકઅપ જલ્દી થઇ જશે તો તેઓને ફરી એનસીબી કચેરીમાં લાવવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જો મેડિકલ ચેકઅપમાં સમય લાગશે તો બંનેને સીધા હોસ્પિટલથી કોર્ટમાં લઈ જવામાં આવશે

તેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

(11:04 am IST)
  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST

  • સરકારે માસ્ક નહીં પહેરનાર પાસેથી ૭૮ કરોડનો વકરો કર્યો : ગુજરાત સરકાર 15 જૂનથી આજ સુધી ફેસ માસ્ક નહીં પહેરવા બદલ 78 કરોડ રૂપિયાનો વસૂલાત કરે છે access_time 1:32 pm IST

  • પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો : પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ત્રીજા દિવસે પણ વધારો : પેટ્રોલ- ડીઝલના ભાવમાં આજે ત્રીજા દિવસે પણ વધારો થયો છે. : પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો થયો છે. : આ ભાવ વધારો આજે સવારે છ વાગ્યા થી લાગુ થયો છે. access_time 10:35 am IST