Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કેનેડાના ટોરેન્ટોમાં સોમવારથી 28 દિવસનુ લોકડાઉન :જિમ સલૂન અને કેસિનો બંધ :10થી વધુ લોકોને મળવા પર પ્રતિબંધ

શહેરમાં ઇન્ડોર ખાનગી સમારોહ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે

કેનેડાના પ્રમુખ શહેર ટોરોન્ટોમાં સોમવારથી લોકડાઉન લાગવા જઈ રહ્યું છે. ઓટારિયોના પ્રીમિયર ડૌગ ફોર્ડએ આજે જાહેરાત કરી કે કોરોના વાયરસના વધતા કેસને લઇને શહેરમાં 28 દિવસ સુધી લોકડાઉન લગાવવામાં આવશે.

આ અંતર્ગત શહેરમાં ઇન્ડોર ખાનગી સમારોહ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે જીમ, સલૂન અને કસિનો બંધ કરવા તેમજ 10 લોકોને ક્યાંય પણ મળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ફોર્ડે કહ્યું, 'અમે પ્રાંતમાં લોકડાઉન લગાવી શકતા નથી, તેથી અમે ટોરોન્ટો અને પીલમાં લોકડાઉન સ્તરના પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ જીવલેણ વાયરસના પ્રસારને રોકવા માટે નિર્ણાયક પગલાં લેવું આપણા માટે ખૂબ મહત્વનું છે.

ગ્રાહકોને રેસ્ટોરાં અને બારમાં સેવા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ફોર્ડે લોકોને સ્થાનિક ઉદ્યોગોને ટેકો આપવા અપીલ કરી હતી અને તેમની પાસેથી ખરીદી કરવા વિનંતી કરી હતી.

ટોરોન્ટોમાં કોવિડ -19 કેસની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ નાગરિકોને સલાહ આપી છે કે તેઓ આ સપ્તાહના અંતમાં મિત્રો, જન્મદિવસ અથવા અન્ય ડિનર પાર્ટીને કરે નહીં.

લોકડાઉન દરમિયાન ફાર્મસી અને કરિયાણાની દુકાન અને સ્ટોર્સ 50 ટકાની ક્ષમતાથી કાર્યરત રહેશે. લોકડાઉન નિયમોના પાલન સાથે શાળાઓ ખુલ્લી રહેશે.

(12:21 am IST)