Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા : પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવો સ્થાનિક અખબારોનો અહેવાલ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા સ્થાનિક વર્તમાનપત્રો દર્શાવી રહ્યા છે.

આ ત્રણ સંભવિત ઇન્ડિયન અમેરિકનોમાં પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવી ચર્ચા હોવાનું જાણવા મળે છે.

પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી જો બિડનના કોવિદ -19 અભિયાનના ટોપ એડ્વાઇઝર તરીકે જવાબદારી સંભાળી  રહ્યા છે.જેઓને સેક્રેટરી ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ સેક્રેટરી તરીકે નિમણુંક મળી શકે છે.

પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી કે જેઓ હાલમાં એમેઝોન કંપનીના  બોર્ડ મેમ્બર છે.તેમને કોમર્સ સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવી શકે તેવી ચર્ચા છે.

જયારે સ્ટેનફોર્ડ યુનિવર્સીટી પ્રોફેસર શ્રી અરુણ મજુમદારને સેક્રેટરી ઓફ એનર્જી ની પોસ્ટ માટે પસંદ કરવામાં આવી શકે તેવું વોશિંગટન પોસ્ટ તથા પોલિટિકો માં પ્રસિદ્ધ થયેલી કેબિનેટના સંભવિત ઉમેદવારોની યાદી દ્વારા જાણવા મળે છે.

(7:08 pm IST)
  • પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો : પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ત્રીજા દિવસે પણ વધારો : પેટ્રોલ- ડીઝલના ભાવમાં આજે ત્રીજા દિવસે પણ વધારો થયો છે. : પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો થયો છે. : આ ભાવ વધારો આજે સવારે છ વાગ્યા થી લાગુ થયો છે. access_time 10:35 am IST

  • દિલ્હીમાં આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા મોટી માત્રામાં વધારી દેવાઈ : પ્રથમ વખત, દિલ્હીમાં કોરોનાના પરીક્ષણ માટેના આધારભૂત ગણાતા "આરટી-પીસીઆર" ટેસ્ટની સંખ્યા રેપીડ એન્ટિજેન ટેસ્ટની સંખ્યાને વટાવી ગઈ છે. access_time 1:32 pm IST

  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST