Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણ અને દાદરાનગર હવેલીને હવેલીને મર્જ કરવા યોજના : લોકસભામાં બિલ રજૂ થશે

લોકસભામાં રજૂ કરવામાં આવનાર બિલની સૂચીમાં સામેલ

નવી દિલ્હી : ગુજરાતના કિનારે આવેલ બે કેન્દ્ર શાસિતપ્રદેશ દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેનું આગામી સપ્તાહમાં લોકસભામાં બિલ રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર સાશિતમા વિભાજીત કરાયા હતા

                 કેન્દ્ર સરકાર બે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરીને એક કરવાની યોજના બનાવી રહ્યું છે. બન્ને પ્રદેશોને મર્જ કરવાનો પ્રસ્તાવ સરકાર આગામી સપ્તાહમાં લોકસભામાં રજૂ કરશે. જમ્મૂ કાશ્મીરને બે ભાગોમાં વિભાજીત કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બાદ હવે સરકારે આ નિર્ણય કર્યો છે.

                મેઘવાલે કહ્યું હતું કે દાદરાનગર હવેલી અને દીવ-દમણ મર્જર ઓફ યૂનિયન ટેરીટરીઝ બિલ 2019 આગામી સપ્તાહમાં લોકસભામાં રજૂ કરવામાં આવનાર બિલની સૂચીમાં સામેલ છે.

                અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત પાસે દેશના પશ્ચિવ તટ પર સ્થિત બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને મર્જ શ્રેષ્ઠ તંત્ર અને કેટલીક વસ્તુઓના પુનરાવર્તન પર રોક લગાવવામાં સહાયક થશે.

                આ પહેલા 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. ત્યાર બાદ દેશમાં આ સમયે 9 કેન્દ્ર શાસિત પ્રદેશ થઇ ગયા છે. જોકે દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરાયા બાદ આ સંખ્યા ઘટીને 8 થઇ જશે.

(11:38 pm IST)