Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

શિવસેનાની કિશોરી પેડણેકર નિર્વિરોધ ચુંટાઇ ગઇ મુંબઇની નવી મેયર

શિવસેના તરફથી ૩ વખત કોર્પોરેટર રહી ચુકેલી કિશોરી પેડણેકર શુક્રવારના મુંબઇની નવી મેયર અને સુહાસ વાડકર નવા ડેપ્‍યૂટી મેયર તરીકે ચુંટાયા.

બંનેના વિરોધમાં બીજેપી, કોંગ્રેસ અને એનસીપીમાંથી કોઇએ પોતાના ઉમેદવાર ઉભા ન રાખ્‍યા. પેડણેકરએ મેયરના તરીકે શાંતાક્રુઝના શિવસેના કોર્પોરેટર વિશ્વનાથ મહાદેશ્વરની જગ્‍યા લીધી છે. મુંબઇના ૭૭ મા મેયર હશે પ૭ વર્ષીય પેડણેકર.

(10:42 pm IST)