Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

દૂલ્‍હનની વિદાય માટે પિતાએ રાજસ્‍થાનમાં હેલિકોપ્‍ટરની વ્‍યવસ્‍થા કરી

રાજસ્‍થાનના ઝુંઝુનુમા મહેન્‍દ્રસિંહ સોલમ નામના શખ્‍સએ બુધવારના પોતાની પુત્રી રીનાના લગ્ન પછી તેની વિદાય માટે હેલીકોપ્‍ટરની વ્‍યવસ્‍થા કરી.

સોલમએ જણાવ્‍યું કે હું ઇચ્‍છતો હતો કે પુત્રી શાનથી ઘરેથી જાય એક વર્ષ પહેલા   આ યોજના બનાવી હતી. અને લગ્નના બે મહિના પહેલા પોતાના પરિવારને જણાવેલ હતુ.

હેલીકોપ્‍ટર જોવા માટે ગ્રામીણોની ભીડ ભેગી થઇ હતી. રીનાના પતિ રેલવેમાં સ્‍ટેશન માસ્‍તર છે.

(9:56 pm IST)