Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

'કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વિચારધારાનો તફાવત સરકાર બનશે તો વધુ સમય ટકશે નહીં: નીતિન ગડકરી

કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધન તકવાદી :મહારાષ્ટ્રને અસ્થિર સરકાર મળે તો સારું નહીં

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી-શિવસેના મળીને સરકાર બનાવવા માટે તૈયાર છે. સૌથી મોટો પક્ષ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં અસમર્થ છે. બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીનું કહેવું છે કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બને તો પણ તે વધુ સમય ટકશે નહીં.

નીતિન ગડકરીએ કહ્યું કે, 'કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વિચારધારાનો તફાવત છે. ભલે તે સરકાર બને, પણ તે આગળ વધશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધન તકવાદી છે, મહારાષ્ટ્રને અસ્થિર સરકાર મળે તો સારું નહીં.

(9:39 pm IST)