Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહારાષ્ટ્ર : નવા ગઠબંધન સામે સુપ્રીમમાં અરજી થઇ

મહારાષ્ટ્રની એક વ્યક્તિ દ્વારા અરજી

મુંબઈ, તા.૨૨ : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન દ્વારા શિવસેનાની સાથે મળીને સરકાર બનાવવાના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી ચુકી છે. મહારાષ્ટ્રની એક વ્યક્તિએ ત્રિપુટી સરકાર બનાવવાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્રના નિવાસી એસઆઈ સિંહ દ્વારા ચૂંટણી બાદ એનસીપી-કોંગ્રેસ-શિવસેના ગઠબંધનની સામે અરજી દાખલ કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવી છે કે, રાજ્યપાલને એવો આદેશ આપવાની રૂ છે કે, જનાદેશની સામે કોંગ્રેસ અને એનસીપીને સરકાર બનાવવાની તક મળવી જોઇએ નહીં. ચૂંટણીમાં ભાજપને ૧૦૫ સીટો મળી હતી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ૫૬ સીટો મળી હતી. મુખ્યમંત્રી પદને લઇને સહમતિ થતાં શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના સમર્થનમાં સરકાર બનાવવાના પ્રયાસ કર્યા હતા. અંગે નિર્ણય થઇ ચુક્યો છે. એનસીપીને ૫૪ અને કોંગ્રેસને ૪૪ સીટો મળી હતી.

(8:31 pm IST)