Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યમંત્રી:શરદ પવારનું એલાન

ત્રણેય પાર્ટીઓની બેઠકમાં સમજૂતી :કાલે શિવસેના,એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત પત્રકાર પરિષદમાં એલાન

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયતને લઇને નેહરૂ સેન્ટરમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની બેઠક યોજાઇ છહતી જેમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના આગામી સીએમ હશે.તેવું નક્કી કરાયું છે

  એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ ત્રણેય પક્ષોએ ઉદ્ધવના નામ પર સહમતી બની છે  એનસીપી પ્રમુખ શરદ પવારે બેઠક પૂર્ણ થયા બાદ આ માહિતી આપી છે. આવતીકાલે ત્રણેય પક્ષો સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સરકાર રચવાની યોજનાનું એલાન કરશે. રવિવાર અથવા સોમવારે સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવી શકે છે.

  બેઠકમાં ત્રણેય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવસેના તરફથી પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમજ સંજય રાઉત બેઠકમાં હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળવા છતાં શિવસેનાની સરકાર બનવા જઈ રહી છે. શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને એનસીપી અને કોંગ્રેસને સાથે રાખીને સરકાર બનાવવાના પ્રયાસ કર્યા હતા

(7:40 pm IST)