Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પાકિસ્તાનની બેન્કોના એનપીએમાં અધધધ ૨૩%નો વધારો : ઈમરાન અર્થવ્યવસ્થાની વિનાશક સ્થિતિ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં બેંકોની સતત વધી રહેલી ખરાબ લોન અને વધતી નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ત્યાં ખૂબ ચર્ચા અને વિવાદનો વિષય બની છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી) એ પાકિસ્તાનના સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ, ત્યાંની બેંકોના એનપીએ વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન કુલ લોનના ૨૩ ટકા પર પહોંચી ગયો છે.

સુસ્તીવાળી અર્થવ્યવસ્થા, કથળી રહેલ આર્થિક સ્થિતિ અને કોર્પોરેટરો સાથે મર્યાદિત રોકડ પ્રવાહને કારણે બેંકોના એનપીએ વધી રહ્યા છે. પહેલેથી મુશ્કેલીમાં મુકેલી ઇમરાન સરકારની મુશ્કેલીઓ અર્થવ્યવસ્થાની વિનાશક સ્થિતિથી વધુ વણસી ગઈ છે.

(3:44 pm IST)