Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

બિહારમાં વિધાનસભાની ૧૬૩ ખાલી જગ્યાઓ માટે અધધધ ૭ લાખ યુવા ઉમેદવારો ઉમટયા

રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ બેરોજગારી દર ધરાવતા : ચોથા વર્ગની ભરતી માટે સાયન્સ- આર્ટસના માર્સ્ટસ ડીગ્રી ધારકોએ પણ અરજી કરી

પટણાઃ બિહાર વિધાનસભામાં ગ્રુપ ડી (ચોથો વર્ગ)ની ૧૬૩ જગ્યાએ માટે લગભગ ૭ લાખ યુવાઓએ આવેદન કર્યુ છે. ઈન્ટરવ્યુ દેનાર યુવાઓમાં સાયન્સ, આર્ટસના માર્સ્ટસ સુધીના અભ્યાસ કરેલા છાત્રો હતા. આ ભરતી ઓફીસ અટેંન્ડેન્ટ અને પ્યુન માટે કરવામાં આવી હતી.

મોટાભાગના વિદ્યાર્થીઓ મુજબ બિહારમાં કોઈ મોટી કંપનીઓ ન હોવાથી રોજગારી નથી મળતી. યુવાનોએ કામ માટે દિલ્હી- મુંબઈ જવું પડે છે. એટલે જ ૭ લાખ જેટલી સંખ્યામાં યુવાઓ ઈન્ટરવ્યુ માટે અરજી કરી હતી.

નેશનલ સેમ્પલ સર્વે ઓફીસ (એનએસએસઓ)ના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૭- ૧૮માં જે ૧૧ રાજયોમાં બેરોજગારી દર રાષ્ટ્રીય સરેરાશથી વધુ રહેલ તેમાં બિહારનો પણ સમાવેશ થાય છે. રાજય સરકારે યુવાઓ માટે અનેક યોજનાઓ- કાર્યક્રમો કરી રહી છે. બિહારમાં બેકારીનું મુખ્ય કારણ શિક્ષણની ખરાબ હાલત અને ગરીબી છે. સાથો- સાથ રોજગારીની તકો પણ ખુબ જ ઓછી છે.

(3:43 pm IST)