Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની જન્મજયંતિઃ સ્વતંત્રતા સંઘર્ષના આઇકોન

ઝાંસીની સાહસિક રાણી, રાણી લક્ષ્મીબાઇ, ૧૮૫૭ની આઝાદીના યુદ્ઘની   અગ્રણી વ્યકિતઓમાંની એક હતી. મણિકર્ણિકા તંબે તરીકે ૧૯ નવેમ્બર ૧૮૨૮ના રોજ વારાણસીમાં જન્મેલી, તેણી ભારતમાં બ્રિટીશ શાસન  વિરુધ્ધ આઝાદીની લડત માટે  એક આઇકોનબનવા ઉછરીને મોટી થઈ.

 મણિકર્ણિકા એ ચાર વર્ષની ખૂબ જ નાની ઉંમરે તેની ' માતાને ગુમાવી દીધી અને  તેનો ઉછેર તેના પિતાએ કર્યો  હતો. જેઓ  પેશ્વાના  દરબારમાં કામ કરતા હતા.  પેશ્વાએ તેણીને તેમની પુત્રીની જેમ ઉછેરી અને અહીંજ   મોટાભાગની છોકરીઓ કે જેમને સારી પત્ની બનવાની   તાલીમ આપવામાં આવતી   હતી. તેનાથી વિપરીત મનુએ  દ્યોડેસવારી, તલવારની પટાબાજી અને નિશાનબાજી   શીખી. તેણીએ શિક્ષણ પણ મેળવ્યું, જે તે સમયમાં મહિલાઓ માટે ખૂબ જ દુર્લભ .કે તેણીના ૧૮૪રમાં  'ઝાંસીના મહારાજા સાથે લગ્ન થયા. તેના પછી તેણીનું લગ્નના દિવસે દેવીલક્ષ્મીના  સન્માનમાં રાણી લક્ષ્મીબાઈ  તરીકે ફરી નામકરણ કરવામાં આવ્યું હતું.

 લગ્ન પછી ૧૮૫૧માં પુત્રને જન્મ આપ્યો, જે ચાર મહિનામાં જ મરણ પામ્યો. ત્યારબાદ આ દંપતીએ મહારાજાના પિતરાઈના પુત્રને દત્ત્।ક લીધો .  જેનું નામ તેઓએ દામોદરરાવ રાખ્યું.

મહારાજાના મૃત્યુ પછી,  બ્રિટીશરોએ અમાન્ય અધિકારના સિદ્ઘાંતને ટાંકીને  દામોદરરાવને ઝાંસીના  સિંહાસનના કાયદેસરના વારસદાર તરીકે સ્વીકારવાનો  ઇન્કાર કર્યોં.

 આ મુજબ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સીધા અથવા પરોક્ષ (વસાહત તરીકે) નિયંત્રણ  હેઠળ કોઇ રજવાડુ રાજય કે  જયાં શાસક પાસે કાયદાકીય પુરૂષક વારસ ન હોય  તો તેને  કંપનીની સાથે જોડવામાં આવશે. આ મુજબ ભારતીય શાસકના કોઈપણ દત્ત્।ક પુત્રને રાજયના વારસદાર તરીકે દ્યોષિત કરી શકાય નહીં. તેણીએ લંડનની અદાલતમાં પણ અપીલ કરી જેણે તેણીના કેસને કાઢી નાખ્યો. ૧૮૫૧માં, જયારે આખો દેશ પહેલેથી જ સ્વતંત્રતા માટે પ્રથમ યુદ્ઘ લડી રહ્યો હતો, ત્યારે હ્યુદ્યરોઝે ઝાંસીની સંપૂર્ણ શરણાગતિની માંગ  કરેલ.

 ગુલામ ગૌસખાન, દોસ્તખાન, ખુદાબક્ષ, સુંદર- મુન્દર, લાલાભાઉ બક્ષ, મોતીબાઈ, દીવાન રદ્યુનાથસિહ અને દિવાન જવાહરસિંહ જેવા મહાન યોદ્ઘાઓએ તેણીને  ટેકો આપ્યો. પોતાના સંરક્ષણને મજબૂત બનાવવા માટે રાણી પાસે મહિલાઓની સેના પણ હતી.

એવું કહેવામાં આવે છે કે   શિશ્ુપુ૨ા દામોદરને તેની પીઠ પર બાંધીને હાથમાં તલવાર લઈને બહાદુરીથી અંગ્રેજો સામે લડી. બ્રિટિશરોને સખત લડત આપ્યા પછી, ૧૭ જૂન ૧૮૮૮ના રોજ વીરગતિને પામેલ. તે પછી સૈનિકો તેણીના શરીરને તાત્કાલિક દૂર લઈ ગયા જેથી બ્રિટિશરોના હાથમાં ન આવવાની તેમની અંતિમ ઇચ્છા પૂરી થઈ શકે.

 આજે ઝાંસીના કિલ્લામાં રાણી ઝાંસી મ્યુઝિયમ, ૧૮૫૭ના સમગ્ર બળવામાં રાણી લક્ષ્મીબાઈ અને તેના સાથી યોદ્ઘાઓએ ઉપયોગમાં લીધેલા કેટલાક શસ્ત્રોનું દ્યર છે. મ્યુઝિયમ હાઉસો ૯મી અને ૧૨મી સદી વચ્ચેના સમયગાળાના પુરાતત્વીય અવશેષોનો સંગ્રહ ધરાવે છે.

ઝાંસીની સાહસિક રાણી, રાણી લક્ષ્મીબાઈ, ૧૮૫૭ના આઝાદીના યુદ્ઘની અગ્રણી વ્યકિત હતી. ૧૯ નવેમ્બર ૧૮૨૮ના રોજ, મણિકર્ણિકા તંબે તરીકે વારાણસીમાં જન્મેલી, નાગરિકો માટે બ્રિટીશ શાસન વિરુદ્ઘ આઝાદીની લડત માટે એક આઇકોન બનવા ઉછરી.

તેણીએ ૧૮૪૨માં ઝાંસીના મહારાજા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેણીનું લગ્નના દિવસે દેવીલક્ષ્મીના સન્માનમાં રાણી લક્ષ્મીબાઈ તરીકે ફરી નામકરણ કરવામાં આવ્યું હતું.

બ્રિટિશરોને સખત લડત આપ્યા પછી, ૧૭ જૂન ૧૮૮૮ના રોજ તેણી વીરગતિ પામેલ. તેણીના સૈનિકો તેણીના શરીરને તાત્કાલિક દૂર લઈ ગયા જેથી બ્રિટિશરોના હાથમાં ન આવવાની તેમની અંતિમ ઇચ્છા પૂરી થઈ શકે.

(3:42 pm IST)
  • મમતા બનર્જી અને શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત : તિસ્તા નદી પર પાણીની વહેંચણી મુદ્દે સસ્પેન્સ : બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે એક કલાક ચર્ચા કરી : આ દરમિયાન બંનેએ દ્વિપક્ષીય મુદા પર ચર્ચાઓ કરી હતી access_time 1:11 am IST

  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST

  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST