Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કોંગ્રેસ સંસદ પરિસરમાં કર્યા દેખાવો

રાજ્યસભામાં ઉઠ્યો JNUનો મુદ્દો : લોકસભામાં ઇ- સિગારેટ પર પ્રતિબંધ માટેનું બિલ રજ

નવી દિલ્હી,તા.૨૨: સંસદના શીયાળુ સત્રનો આજે પાંચમો દિવસ છે. સંસદ પરિસદમાં કોંગ્રેસ ઇલેકટોરલ બોન્ડમાં પારદશિર્તા લાવવા અંગે પ્રદર્શન કરી રહી છે બીજી બાજુ કેન્દ્ર સરકારે ઇ- સિગારેટ પર પ્રતિબંધ લાગવા માટે લોકસભામાં આજે બિલ રજુ કર્યું

રાજયસભામાં વિપક્ષી દળોએ જેએનયુમાં ફી વધારાનો મુદ્દો ઉઠાવ્યો અને તેનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર કથિત પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો જયારે બીજેપીના એક સભ્યએ ફી વિરોધમાં ચાલી રહેલા આંદોલનના ઔચિત્ય પર સવાલ ઉઠાવ્યો શૂન્યકાળમાં માકપાના રાજ્યસભા સભ્ય કે કે રોગેશે સભાપતિની સંમતિથી જેએનયુ ફી વધારનો મુદ્દો ઉઠાવીને આ મામલે સરકારે તેના નીર્ણયની સમીક્ષા કરવાનો આદેશ આપવા અંગેની અપીલ કરી ઝાએ કહ્યુ કે જેએનયુનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જેએનયુમાં પરિસરમાં વિદ્યાર્થીઓ આંદોલનની આડમાં દેશવિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન અપાય રહ્યું છે તેઓએ તેની તપાસ કરાવાની માંગ કરી છે.

(3:39 pm IST)