Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના નવા સીએમ?

ધારાસભ્યોની બેઠકમાં ઉદ્ઘવ ઠાકરેના ઇનકાર પછી સીએમ પદની રેસમાં એકનાથ શિંદેનું નામ સૌથી આગળ છે

મુંબઈ, તા.૨૨: મહારાષ્ટ્રમાં સરકાર ગઠન મામલે ગતિવિધિ સતત બદલાઈ રહી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે શિવસેનાના ધારાસભ્યોની બેઠકમાં ઉદ્ઘવ ઠાકરેના ઇનકાર પછી સીએમ પદની રેસમાં એકનાથ શિંદેનું નામ સૌથી આગળ છે.

હકીકતમાં ધારાસભ્યોએ ઉદ્ઘવ ઠાકરે (્યફુફુત્ર્ર્ીરુ દ્દત્ર્ર્ીણૂત્ત્ફૂર્શ્વીક્ક)ને મુખ્યમંત્રી બનવા માટે વિનંતી કરી હતી પણ ઉદ્ઘવે ઇનકાર કરી દીધો છે. ઉદ્ઘવે કહ્યું છે કે તેણે બાળાસાહેબને વચન આપ્યું હતું કે તે શિવસૈનિકને મુખ્યમંત્રીપદ પર બેસાડશે અને આ ખુરશી તેણે પોતાના માટે નથી માગી. મળતી માહિતી પછી આ બેઠક પછી ધારાસભ્યોને લોનાવાલા, મહાબળેશ્વર, અલીબાગ કે પછી જયપુર જેવા ગુપ્ત સ્થળે લઈ જઈ શકાય છે. એક અન્ય ગણતરી પ્રમાણે મહારાષ્ટ્રમાં ઉત્ત્।ર પ્રદેશની જેમ બે ડેપ્યુટી સીએમ પણ બની શકે છે. આમાંથી એક એનસીપીના કવોટામાંથી અને બીજો કોંગ્રેસમાંથી હોઈ શકે છે. ડેપ્યુટી સીએમ પદ માટે એનસીપી તરફથી અજીત પવારની અને કોંગ્રેસની તરફથી બાલાસાહેબ થોરાતનું નામ આગળ છે. જોકે એનસીપી સુપ્રીમો શરદ પવાર પોતાના ભત્રીજા અજીત પવારને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાનું દબાણ કરી રહ્યા છે. તેમની આ ડિમાન્ડને કારણે સરકારના ગઠનમાં સમસ્યા ઉભી થઈ શકે છે.

(3:39 pm IST)