Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કાશ્મીરમાં ફરી હિંસાઃ ધમકીભર્યા પોસ્ટરઃ બંધ-હડતાળથી જનજીવન ઠપ્પ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહના કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના દાવાના બીજા જ દિવસે શ્રીનગરમાં સંપૂર્ણ હડતાળ રહી હતી

શ્રીનગર, તા.૨૨: કાશ્મીરમાં પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય બની ગયા હોવાના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દાવાના બીજા જ દિવસે ત્રાસવાદગ્રસ્ત રાજયમાં હડતાળ પડી ગઈ હતી. ઉપરાંત હિંસક બનાવોની સાથોસાથ 'ધમકી' આપતા પોસ્ટરો પણ લાગ્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહના કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના દાવાના બીજા જ દિવસે શ્રીનગરમાં સંપૂર્ણ હડતાળ રહી હતી. દુકાનો-વેપારધંધા ઠપ્પ થયા હતા. વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.. સરકારી બસો પણ બંધ હતી. ચાર દુકાનો, અનેક વાહનોમાં આગજનીની દ્યટનાને પગલે શહેર ફરી ભેંકાર બની ગયું હતું.શ્રીનગર ઉપરાંત આસપાસના વિસ્તારો તેમજ અનંતનાગ, કુલગામ, પુલવામા, શોપિયા જેવા જીલ્લાઓમાં પણ હડતાળ પડી હતી. સરકારી સૂત્રોએ એમ કહ્યું હતું કે થોડા દિવસોની શાંતિ પછી વેપારીઓ દુકાનો ખોલવા લાગ્યા હતા. પરંતુ ફરી ધમકીભર્યા પોસ્ટરો લાગતા ભયના માહોલમાં વેપારધંધા કરવાની કોઈએ હિંમત કરી ન હતી.

(3:36 pm IST)