Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક : મહત્વના નિર્ણય લેવાઈ તેવી શકયતા

નવી દિલ્હી : આજે સાંજે 7 વાગ્યે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાને સોમનાથ ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાશે. વડાપ્રધાન મોદી સિવાય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી અને અન્ય ત્રણ સભ્ય પણ હાજર રહેશે. ત્યારે આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટથી જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ખરાબ સ્વાસ્થ્યના કારણે આજે બેઠકમાં સામેલ થશે નહીં. ટ્રસ્ટના સભ્યોમાં કેશુભાઈ પટેલ (અધ્યક્ષ), વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ, લાલકૃષ્ણ અડવાણી, પી.કે.લહેરી, હર્ષવર્ધન નેવતિય અને જે.ડી.પરમાર સામેલ છે.

(1:52 pm IST)