Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઢાબાની અનોખી ઓફર :પાણીની પ્લાસ્ટિકની 20 ખાલી બોટલ્સ લાવનારને મળશે મફતમાં ભોજન

જનતા ભોજનાલય અને હોંદારામ ઢાબામાં મફતમાં ભોજન મળશે.: 10 બોટલ્સ પર કપડાનો થેલો અપાશે

હિસાર : પ્લાસ્ટીક અને પોલીથિન વિરૂદ્ધ શરૂ કરાયેલ અભિયાનની અસર દેશમાં જોવા મળી રહી છે, હિસાર નગર નિગમના બે ઢાબાઓએ મળીને એક અનોખા અભિયાનની શરૂઆત કરી છે. જે પણ આ ઢાબા પર પાણીની 20 ખાલી બોટલ્સ લાવશે તેને મફતમાં જમવાનું મળશે.

બોટલ્સ લાવનારને જનતા ભોજનાલય અને હોંદારામ ઢાબામાં મફતમાં ભોજન મળશે. બોટલ્સ લાવનારને સામનય ગ્રાહકોની સાથે જ ટેબલ પર ભોજન પીરસવામાં આવશે. 10 બોટલ્સ લાવશો તો અહીં કપડાનો એક થેલો પણ આપવામાં આવશે

   હિસારના નગર નિગમ કૉર્પોરેશને આ અભિયાનની શરૂઆત કરી છે, સુપરિટેન્ડિગ એન્જિનિયર રામજી લાલે જણાવ્યું કે, હિસારના ફવ્વારા ચોકમાં આવેલ જનતા ભોજનાલય અને મૉડલ ટાઇનમાં અવએલ હોંદા રામ ઢાવાથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

(11:55 am IST)