Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગુજરાતી ગૂડિયા ગમી ગઇ

મુંબઇઃ પવઇમાં રહેતી ૯ વર્ષની નીવેન વેદે લિટલ મિસ ઇન્ડિયા યુનાઇટેડ નેશન્સનો એવોર્ડ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધાનું ત્રીજું વર્ષ હતું અને ભારતના પંજાબ રાજયના જલંધર શહેરમાં એનું આયોજન થયું હતું. અગાઉ આ સ્પર્ધા યુએસએ અને જમૈકામાં થઇ હતી. વિશ્વના ૩૦ દેશોની લિટલ મિસે આમાં ભાગ લીધો હતો. નીવેને ૯ સ્ટેજ પસાર કરીને સ્પર્ધા જીતી હતી. વિવિધ દેશોમાં યોજાયેલી બ્યુટી કન્ટેસ્ટની અનેક સ્પર્ધામાં મેડલ જીતનારી નીવેને લિટલ મિસ ઇન્ડિયા ગુનાઇટેડ નેશન્સનો એવોર્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું.

(11:55 am IST)