Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ભગવાને સંતો-સત્સંગીઓને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવા જણાવેલઃલંડનમાં દિક્ષા તિથિની ઉજવણી

વિદેશની ધરા પર જ્ઞાનગંગા વહેવડાવતા પ્રભુ સ્વામી અને ભકિતતન્મદાસજી સ્વામી

લંડન ખાતે ગુરૂકુળના પૂર્વ વિદ્યાર્થીઓ અને હરિભકતોની હાજરીમાં યોજાયેલ સત્સંગ સમારોહ પ્રસંગે સુરત વેડ રોડ ગુરૂકુળના શ્રી પ્રભુસ્વામી તથા પોઇચાના ભકિતતન્મયદાસજી સ્વામીએ ઉપસ્થિત રહી પૂજન-સત્સંગ કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. રર :.. સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીવર્ય સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની ર૧ર મી દીક્ષા તિથીએ લંડનમાં વસતા ગુરુકુળના ભુતપુર્વ વિદ્યાર્થી તથા કચ્છ, સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના ભાવિકોએ ભકિતભાવ પૂર્વક પૂજન અર્ચન કરેલ.

રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની યુ. કે. શાખા ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામીની દીક્ષા તિથીએ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરતના શ્રી પ્રભુ  સ્વામીએ સ્વામીશ્રીના જીવન વિષે કહેલું કે સમર્થ સંત હોવા છતાં તેઓશ્રીએ કયારે પૂજાવા કે પરચા આપવાનો પ્રપંચ રચ્યા નહતો. સારંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિમાં સાક્ષાત પ્રાણ પુરનારા આ સંતના  પ્રતાપે આજે દેશ - વિદેશના હજારો દુઃખીયા લોકો પોતાના દુઃખ દુર કરવા સારંગપુર પધારે છે. ગોપાળાનંદ સ્વામીના સંકલ્પે શ્રી હનુમાનજી દાદા સૌને સુખીયા કરે છે. ભગવાન શ્રી સ્વામીનારાયણે આ સંતને ર૭ સત્યાવીસ વર્ષની ઉંમરે ગઢપુર મુકામે દાદા ખાચરના દરબારમાં શ્રી અક્ષર ઓરડીમાં ર૧ર વર્ષ પહેલા દીક્ષા આપેલ.

વરણામાં વડોદરા તથા નીલકંઠધામ પોઇચાના શ્રી ભકિતતન્મયદાસજી સ્વામીએ હરિભકતોને સંબોધતા કહયું હતું કે સ્વામિનારાયણ ભગવાને સ્વધામ ગમન જતા પહેલા હજારો સંતો અને સત્સંગીઓને કહયું હતું કે સૌ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. બંને આચાર્યશ્રીઓ કે જે વડતાલ ગાદીના શ્રી રઘુવીરજી મહારાજ તથા અમદાવાદ-કાળુપુર મંદિરના શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનાં કાંડા ભગવાને શ્રી ગોપાળાનંદ સ્વામીના હાથમાં સોંપેલ. એમને પણ સ્વામીશ્રીની આજ્ઞામાં રહેવાનું કહેલ. આવા સમર્થ સંતની આજે ર૧ર મી દીક્ષા તિથી લંડન ખાતે તમને અને અમને ઉજવવાનો રૂડો અવસર મળ્યો.

નવી મુંબઇ વાસીથી આવેલા શાસ્ત્રીશ્રી  વિરકતજીવનદાસજી સ્વામીએ યોગી વર્યશ્રી ગોપાળાનંદ સ્વામીનો યોગ ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી કહયું હતું કે આ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષે સ્વામીશ્રીએ વચનામૃતનું સંપાદન કાર્ય કરવામાં સારી સેવા બજાવેલ.

આ પ્રસંગે ઉપસ્થિત કચ્છના ભકતો શ્રી કિશોરભાઇ ખીમાણી-દહીંંસર, શ્રી રવજીભાઇ (બળદીયા), હિતેશ લાખાણી, હિતેન રાઘવાણી, રાજેશ ગોરસીયા, ભીમજીભાઇ સવાણી, તેમજ શ્રી બાબુભાઇ પરમાર, દિલીપભાઇ ઢોલરીયા, ભરતભાઇ દેસાઇ, પીઠવા જાળ, શ્રી સુરેશભાઇ બાબરીયા, રંગપર, હરિકૃષ્ણભાઇ ચાંગેલા-રાજકોટ, અનિલભાઇ ગેવરીયા-સુરત, ઉપેન્દ્રભાઇ પરમાર -તરવડા, અર્જુનભાઇ પટોળીયા, ભાવીનભાઇ હીરપરા, વિપુલભાઇ કયાડા, ભાવેશભાઇ કપાડા વગેરે ભકતોએ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવેલ.

ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી પધારેલ સંતો શ્રી પ્રભુસ્વામી, શ્રી ભકિતનયદાસજી સ્વામી, શ્રી વિરકતજીવનદાસજીસ્વામી અત્રે વચનામૃત દ્વિશતાબ્દીની ઉજવણી આગામી તા. ૩૦ નવેમ્બરના રોજ કરશે.

(11:51 am IST)