Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઇઝરાયેલના ફાયટર પ્લેનોએ સીરિયા - ઈરાનમાં સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યાઃ ૨૩ લોકોના મોત

પ્લેનની મદદથી મિસાઈલ દ્વારા હુમલા કરાયા : અનેક ઠેકાણા નષ્ટ

 નવી દિલ્હી : ઇઝરાયલે સીરિયાના હુમલાઓનો જવાબ આપતા કડક કાર્યવાહી કરી છે. ઇઝરાયેલી સૈન્યના જણાવ્યાં મુજબ તેઓએ સીરિયામાં રહેલાં સંખ્યાબંધ ઈરાની ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં હતા. સૈન્યે જણાવ્યું હતું કે તેણે ફાઈટર પ્લેનની મદદથી હવામાંથી પ્રહાર કરનારી મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સૈન્યે ઈરાની ઠેકાણાંઓ અને સૈન્ય ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. ઇઝરાયેલે દાવો કર્યો છે કે આ હુમલામાં સીરિયાની દ્યણી રક્ષા બેટરીઓને પણ નષ્ટ કરી દેવાઈ છે. આ હુમલામાં ૨૩ લોકોના મોત થયા છે.

  બીજી તરફ ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેની સરહદો પર ઈરાનનાં કટ્ટરવાદીઓની હાજરી છે. તેમની પાસે ઈરાને દ્યુસણખોરી કરી હોવાની પાક્કી સાબિતી છે. તે ઇઝરાયેલની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે તેમજ દ્યૂસણખોરી ક્ષેત્રીય સ્થિરતા માટે ખતરનાક છે

 અત્રે ઉલ્લેખનીય છે કે ગોલાન હાઈટ્સને લઈને ઇઝરાઇલ અને સીરિયા વચ્ચે વિવાદ વકર્યો છે. ૧૯૬૭ના યુદ્ઘમાં ઇઝરાયેલે સીરિયાને હરાવી ગોલાન હાઇટ્સ પર કબજો કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ પર્વતો પર ઇઝરાઇલના દાવાને પણ આ વર્ષે માન્યતા આપવામાં આવી છે.

(11:40 am IST)