Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

વ્યાપમ કૌભાડમાં તમામ ૩૧ આરોપીઓ દોષી જાહેર

મધ્યપ્રદેશના રાજકરાણમાં ચકચાર જગાવનાર કેસનો સીબીઆઇ કોર્ટ દ્વારા ચુકાદો :સીબીઆઇ કોર્ટ ૨૫મીએ સજા સંભળાવશે ભુતપર્વ પ્રધાન લક્ષ્મીકાંત, બીજેપી નેતા શ્રીધર શર્મા કરતા વધુ લોકો જેલ જઇ રહ્યા છે

ભોપાલ,તા.૨૨: મધ્યપ્રદેશાનો ચકચારી વ્યાપમ પોલીસ ભરતી મામલામાં તમામ ૩૧ આરોપીઓને સીબીઆઇ કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા છે. તેમને કેટલી સજા થશે એની જાહેરાત ૨૫ નવેમ્બર કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું કે ૨૦૧૩માં વ્યાપમ પોલીસ ભરતી મામલે ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું હતું જેમાં પીએમટીની પરીક્ષા દરમ્યાન બનાવટી છાત્રોને બેસાડવાનું કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં ઇન્દોરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેન્ગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તાત્કાલીન મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણ દ્વારા એની તપાસ એસટીએફને સોપવામાં આવી હતી. ત્યાર બાદ ૨૦૧૪માં નિવૃત જજની દેખરેખમાં સીટની રચના કરવામાં આવી હતી .અને જુલાઇ ૨૦૧૫માં તેની તપાસ સીબીઆઇને સોપવામાં આવી હતી આ  કેસમા ંભુતપૂર્વ પ્રધાન લક્ષ્મીકાંત શર્મા તેમના ઓ.એસ.ડી ઓ.પી. શુકલા બીજેપીના નેતા શ્રીધર શર્મા વગેરેની ધરપકડ થઇ હતી અંદાજે ૨૦૦ કરતા વધુ લોકો આ મામલે જેલ જઇ આવ્યા છે. ૪૦૦ કરતા વધુ ફરાર છે. અને તપાસ દરમ્યાન ૫૦ લોકોનાં મોત પણ થયા હતા. એવા આ ચકચારી કેસમાં તમામ ૩૧ આરોપી દોષિત જાહેર થયા છે.

(1:08 pm IST)