Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

૨૦૨૫ સુધીમાં ૫ ટ્રિલયન ડોલરની અર્થવ્યવસ્થા મુશ્કેલ

ભૂતપૂર્વ આરબીઆઇ ગર્વનર મોદીના સપના પર ઉભા કર્યા સવાલો : ભારતને વિકાસશીલ દેશ બનવા માટે ૨૫ વર્ષ લાગી શકે છે

નવી દિલ્હી,તા.૨૨: ભારતીય રીઝર્વ બેંક RBI ના પૂર્વ ગર્વનર સી રંગરાજને કહ્યું છે કે ભારતને એક વિકાસશીલ દેશ બનવા માટે ૨૨ વર્ષ સતત વિકાસની આવશ્યકતાની જરૂર છે. RBI ના પૂર્વ ગર્વનરે કહ્યું કે વર્તમાન વિકાસ દર પર ભારત ૨૦૨૫ સુધીમાં ૫ ટ્રિલયન ડોલરની અર્થવ્યવસ્થા બનવી એ મુશ્કેલ છે. આજે ભારતની અર્થવ્યવસ્થા ૨.૭ ટ્રિલિયન અમેરિકન ડોલરની છે અને આપણે તેને બેગણી (ડબલ) કરવાની વાત કરી રહ્યાં છે.

૨૦૨૫ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવા માટે દેશને ૯ ટકાના વાર્ષિક વૃદ્ઘિ દરથી આગળ વધવાની જરૂરિયાત છે. આવું કરવું શકય નથી. RBI ના પૂર્વ ગર્વનર સી. રંગરાજને દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર IBS-ICFAI ìબઝનેસ સ્કુલ દ્વારા આયોજીત ૭માં યસસ્વામી સ્મૃતિ વ્યાખ્યાનમાં જણાવ્યું કે તમે પહેલા બે વર્ષ ગુમાવી દીધા છે. આ વર્ષે ૬ ટકાની વૃદ્ઘિ થવાની સંભાવના છે અને આવતા વર્ષે આ અંદાજે ૭ ટકા રહેશે. ત્યાર બાદ અર્થવ્યવસ્થામાં તેજી આવી શકે છે.

એક આશ્ચર્યજનક વાત એ છે કે તમે જો ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પહોંચી પણ જાવ છો તો ભારતમાં પ્રતિ વ્યકિત આવક જો વર્તમાનમાં ૧૮૦૦ યુએસ ડોલરથી વધીને ૩૬૦૦ યુએસ ડોલર પહોંચી જશે. તેમ છતાં ભારતને નિમ્ન મધ્યમ આવકવાળા દેશ કહેવાશે.

(11:29 am IST)