Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સરકારી કંપની ONGCમાં રોકડ સંકટ ધેરાયુઃ ચાર વર્ષમાં ૯ હજાર કરોડ કેશ રીઝર્વ ઘટયું

ફુડ પ્રોડકશનમાં ૨૦૧૪ની સરખામણીએ હાલમાં ૫૦ ટકાનો થયો ઘટાડો

નવી દિલ્હી,તા.૨૨: આઠ મહારત્ન કંપનીઓમાં ચુમાર તેલ તેમજ પ્રાકૃતિક ગેસ કોર્પોરેશન લિમિટેડ હાલમાં રોકડ સંકટથી દ્યેરાયેલું છે. પરિસ્થિતિ એ છે કે ચાર વર્ષમાં કંપનીના રોકડ રિઝર્વમાં ૯ હજાર કરોડ રૂપિયાથી વધુનો દ્યટાડો થયો છે. કંપનીના અન્ય બેન્ક બેલેન્સમાં પણ દ્યટાડો નોંધવામાં આવ્યો છે. કંપનીના અન્ય બેન્ક બેલેન્સમાં પણ દ્યટાડો નોંધવામાં આવ્યો છે.

 આ કંપની દેશમાં ૬૦ ટકા થી વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. આંકડોના જણાવ્યા મુજબ, ૩૧ માર્ચ ૨૦૧૯ના  રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં કંપનીની પાસે માત્ર ૫૦૪ કરોડ રૂપિયા રોકડ રિઝર્વ અને બેલેન્સ રહી ગયું છે. માર્ચ ૨૦૧૮માં તે દ્યટીને ૧૦૧૩ કરોડ પર પહોંચી ગયો હતો.

આંકડાના જણાવ્યા મુજબ, માર્ચ ૨૦૧૭માં  ઓએનજીસીની કેશ એન્ડ બેલેન્સ રિઝર્વ ૯.૫૧૧ કરોડ હતી. તે પહેલા એટલે કે માર્ચ ૨૦૧૬જ્રાક્નત્ન આ આંકડો ૯,૯૫૭ કરોડ હતો. એટલે કે ચાર વર્ષોમાં રોકડ રિઝર્વમાં ૯૦૦૭ કરોડનો દ્યટાડો થયો છે. આ દ્યટાડો ઓઇલ માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાતમાં આવેલ જીએસપીસીની ભાગીદારીમાં સામેલ બે કરારના કારણે આવી છે.

 આ કરારે ઓએનજીસીના રોકડ ભંડારને નુકશાન પહોચાડ્યું હતુ. જોકે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ઓએનજીસીની પાસે બેન્ક ક્રેડિટ્સ અને કેપિટલ્સ માર્કેટ્સ પર્યાપ્ત રોકડ ભંડાર છે. છેલ્લા છ વર્ષોના આંકડાથી માલુમ પડે છે કે માર્ચ ૨૦૧૪ના સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં ઓએનજીસીનું ઉત્ખનન કુવા પર ખર્ચ નંદાજે ૧૧,૬૮૭ કરોડ રૂપિયાથી દ્યટીને ૬,૦૧૬ કરોડ રૂપિયા રહી ગયા છે.આટલા વર્ષોમાં આ દ્યટાડો અંદાજે ૫૦ ટકા છે. આ દ્યટાડો દ્યરેલુ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં આવેલ દ્યટનાના કારણે છે.

(11:27 am IST)