Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

લાલુ પ્રસાદની જામીન અરજી પર સુનાવણી

સીબીઆઈએ કહ્યું હજુ અડધી સજા પણ કાપી નથી : તબિયત ઉપર સતત દેખરેખ

નવી દિલ્હી : ઘાસચારા કૌભાંડ સંબંધિત દુમકા ટ્રેઝરી ઉચાપત મામલામાં ઝારખંડ હાઈકોર્ટમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ રહી છે. આ સંદર્ભમાં સીબીઆઈએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો અને જામીનનો સખત વિરોધ કર્યો છે.

સીબીઆઈએ લાલુ પ્રસાદની જામીનનો વિરોધ કરતાં કહ્યું છે કે આ કેસમાં લાલુ જેલમાં ફકત ૨૨ મહિના વિતાવ્યા છે.ઙ્ગ આ કિસ્સામાં, અડધી સજા પણ પૂર્ણ થતી નથી. જયારે સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં તેમની અરજી ફગાવી દીધી છે.

એજન્સીનું કહેવું છે કે જયાં સુધી તેના સ્વાસ્થ્યની વાત છે ત્યાં સુધી રીમ્સના ડોકટરો સતત તેનું નિરીક્ષણ કરે છે. ૧૫ રોગો હોવા છતાં, અત્યારે તેના જીવન ઉપર કોઈ ખતરો નથી. તેથી, તેમને જામીન મળવા જોઈએ નહીં.

લાલુને વૃદ્ઘાવસ્થા અને તબિયત નબળી હોવાનું જણાવી જામીન માટે વિનંતી કરવામાં આવી છે.

(11:23 am IST)