Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

હાય રે મંદી... દિવાળી પણ અર્થતંત્રને ઓકિસજન આપી ન શકી

સપ્ટેમ્બર અને ઓકટોબર મહિનામાં તહેવારોની સીઝન હોવા છતાં તમામ ટોચના કારોબારી સંકેતકોમાં સુસ્તી રહીઃ કંપનીઓના વેપાર સુસ્ત રહયાં: નિકાસ સતત ત્રીજા મહિને ઘટીઃ ઔદ્યોગીક ઉત્પાદન પણ ઘટયું: બેકારીનો દર ૩ વર્ષની ટોચે પહોંચ્યો

નવી દિલ્હી તા. રર :.. ભારતીય અર્થ વ્યવસ્થાની ધીમી રફતારને તહેવારોની સીઝનથી પણ સહારો નથી મળ્યો. ધનતેરસ અને દિવાળી ઓકટોબર મહિનામાં હોવા છતાં ડીમાન્ડ સુસ્ત રહી હતી. એટલે કે અર્થ વ્યવસ્થાને ઓકસીજન આપવામાં દિવાળી પણ સફળ રહી નથી. ભારતીય અર્થ વ્યવસ્થાને ૮ માપદંડોને લઇને તૈયાર કરવામાં આવેલ બ્લુમબર્ગના રિપોર્ટથી આ માહિતી મળી છે.

રીપોર્ટ અનુસાર ભારતના મોટા તહેવારો માંથી એક દિવાળી ઓકટોબરમાં હતી તેમાં મોટાપાયે ઉપહારોની ખરીદી થાય છે ણ આ દરમ્યાન વેંચાણ અપેક્ષાથી ઓછુ રહયુ હતું. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની તુલનામાં ૯૦ ટકાથી વધુ દુકાનદારોએ જણાવ્યુ છે કે તેમને ત્યાં ગ્રાહકોની સંખ્યા ઓછી રહી હતી. જો કે ઇ-કોમર્સ કંપનીઓએ દિવાળીમાં વધુ વેચાણ કર્યુ હતું. સિયામના કહેવા મુજબ ઓકટોબરમાં કારનું વેંચાણ ૧ વર્ષ પૂર્વેની તુલનામં ૬.૬ ટકા ઘટયું હતું. આ દરમયાના ટુ - વ્હીલરના વેચાણમાં ૧૪.૪ ટકા તથા ટ્રકના વેચાણમાં ર૩.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

તહેવારો છતાં દેશની સર્વિસ સેકટરમાં બીજા મહિને ઓકટોબરમાં ઘટાડો નોંધાયો છે. પીએમઆઇ એવા ૪૯.ર એક પર રહયો જે કંપનીઓની ખરીદીનું મેનેજમેન્ટ અંગે થતું માસિક સર્વેક્ષણ છે. પીએમઆઇ પ૦ આંકથી નીચે રહેવુ કામકજમાં ઘટાડો અને પ૦ આંકથી ઉપર રહેવું એ વધારો સૂચવે છે. વર્ષ ર૦૧૪-૧૮ ના બીજા કવાર્ટર બાદ આ પહેલો એવો મોકો છે હતો જેમાં સતત ર માસ સુધી ઘટાડો જોવા મળ્યો છે. ઓકટોબરમાં કંપનીઓને નવા કોન્ટ્રાકટ મળવાનું કામ સ્થીર રહ્યુ. તો રોજગાર સર્જવામાં ઘટાડો થયો.

દેશની નિકાસમાં ઓકટોબરમાં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધયો છે. ઓકટોબરમાં નિકાસ ૧.૧૧ ટકા ઘટીને ર૬.૩૮ અબજ ડોલર રહી છે તેનું કારણ પેટ્રોલીયમ, ચામડુ, ચોખા, ચા ની નિકાસ ઘટી તે છે. દેશની નિકાસ હજુ નીચે જ છે. જેનાથી દેશની આર્થિક વૃધ્ધિના દર પર બોજો વધે છે. ઔદ્યોગીક ઉત્પાદનમાં સપ્ટેમ્બરમાં ૪.૩  ટકાનો ઘટાડો નોંધાયો છે.  મેન્યુ. ક્ષેત્રે ખરાબ દેખાવને કારણે ઉત્પાદન ઘટયું. સપ્ટે. ર૦૧૮ માં ૪.૬ ટકાની વૃધ્ધિ હતી જે સપ્ટેમ્બરમાં ૩.૯ ટકાનો ઘટાડો નોંધાયો જયારે ૧ વર્ષ પહેલા તેમાં ૪.૮ ટકાનો વધારો થયો હતો.

ભારતમાં બેકારીનો દર ઓકટોબરમાં ૮.પ  ટકા રહ્યો છે. ર૦૧૬ બાદ સૌથી ઉંચો છે આ વર્ષે સપ્ટેમ્બરમાં બેકારીનો દર ૭.ર ટકા હતો.

જો કે સરકારે કેટલાક પગલા લીધા છે જેના કારણે અર્થતંત્રને નવું જોમ મળશે.

(3:41 pm IST)