Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહારાષ્ટ્રમાં કોને શું મળશે

આજે પિકચર કિલયર થશે

બીજેપીએ છેલ્લી ઘડીએ સમાધાનના પ્રયાસ કર્યા હોવાનો શિવસેનાનો દાવોે

મુંબઇ તા ૨૨  : એક તરફ બીજેપી દ્વારા શિવસેના સાથે સમાધાનના છેલ્લા પ્રયાસ કરવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલે છે, ત્યારે કોન્ગ્રેસ અને એનસીપીએ શિવસેના સાથે સરકાર રચવાના તમામ મુદ્દે સર્વસંમતિપૂર્વક નિર્ણય લેવાઇ ચુકયાની જાહેરાત કરી હતી. કોન્ગ્રેસ અને એનસીપી તરફથી જણાવવામાં આવ્યું હતું કે, બન્ને પક્ષના નેતાઓ આજે મુંબઇમાં સત્તા વહેંચણી અને કોમન મિનિમમ પ્રોગ્રામ વિશે ચર્ચા કરશે અને ત્યાર પછી ત્રિપક્ષી સરકારનાું માળખું જાહેર કરવામાં આવશે.

બીજેપીએ સમાધાનના આખરી પ્રયાસરૂપે પંચવર્ષીય સરકારના પ્રથમ પાંચ વર્ષમાં પણ  મુખ્યપ્રધાનપદ સોંપવાની ઓફર કરી હોવાનો દાવો કરતાં શિવસેનાએ કહ્યું હતું કે 'અમે તેમને કહ્યું કે હવે ઘણું મોડુ થઇ ગયું છે અને અમારા નેતાઓએ ઓફર સ્વીકારી નથી'. જોકે આ બાબતે બીજેપીના નેતાઓએ શિવસેના તરફથી ધડમાથા વગરનો પ્રચાર ગણાવ્યો હતો.

શિવસેનાએ આજે મુંબઇમાં યોજેલી નવા વિધાનસભ્યોની બેઠકમાં દરેકને આધાર કાર્ડ કે પેન કાર્ડ જેવાં આઇડેન્ટિીટી કાર્ડ અને પાંચ દિવસના કપડા લઇને આવવાની સુચના આપી છે. મહારાષ્ટ્ર પર સતત ૧૫ વર્ષ શાસન કરનાર ગઠબંધનના ભાગીદાર પક્ષોએ ગુરૂવારે તેમના નાના સહયોગી પક્ષો સાથે ચર્ચા કરીને લીધેલા નિર્ણયની જાહેરાત આજે કરવાનો નિર્ણય લીધો હતો. આજે કોન્ગ્રેસમાં ૪૪ વિધાનસભ્યોના મતના આધારે વિધાનસભા પક્ષના નેતા ચુંટાશે. એ નેતા ભાવિ સરકારમાં નાયબ મુખ્યપ્રધાનપદના ઉમેદવાર ગણાશે. કોન્ગ્રેસે નવી ત્રીપક્ષી સરકારમાં નાયબ મુખ્યપ્રધાનના હોદાની માંગણી કરી છે. કોન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણે અગાઉ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતે કોન્ગ્રેસ અને એનસીપી વચ્ચે તમામ બાબતોમાં સર્વસંમતિ છે. શિવસેના સાથે ચર્ચા કરીને સંમતિપુર્વક લેવાયેલા નિર્ણયની જાહેરાત કરવામાં આવશે. આ મંત્રણા આજે યોજાઇ શકે છે.' જાણકાર સુત્રોએ આપેલી માહીતી મુજબ સત્તાવહેચણીનું માળખું રચાઇ ગયું છે. એમાં શિવસેનાએ મુખ્યપ્રધાનપદ સોંપાય તો પણ એ પાંચ વર્ષ માટે હોદો પોતાની પાસે રાખશે કે નહીં એ નક્કી નથી. એના મુખ્યપ્રધાનપદના ઉમેદવારોમાં સુભાષ દેસાઇ અને એકનાથ શિંદેના નામ ચર્ચાય છે. કોંન્ગ્રેસ અને એનસીપી બન્નેને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવાની જોગવાઇ હોવાનું મનાય છે.

(10:27 am IST)