Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

એમ્‍સના ડોકટરની પત્‍નીએ કર્યુ સૂસાઇડ, પતિ ઉપર ડ્રગ્‍સ લેવા મજબૂર કરવાનો આરોપ

        એમ્‍સની પૂર્વ ડોકટર  સોનમ મોટિસ (ર૯) એ એનેસ્‍થેટિક પદાર્થનો ઓવરડોઝ લઇ ગુરૂગ્રામમાં આવેલ એપાર્ટમેન્‍ટમાં સૂસાઇડ કરી લીધુ.

        પોલીસએ એમ્‍સના ડોકટર તેના પતિ, સાસુ-સસરા પર આત્‍મહત્‍યા માટે મજબૂર કરવાનો મામલો દાખલ કર્યો છે. મૃતકના પિતાનો આરોપ છે કે પતિ ગાંજાનો બંધાણી હતો અને તેને પણ ગાંજો લેવા માટે દબાણ કરતો હતો.

        ગયા વર્ષના મે માસમાં બંનેના લગ્ન થયા હતા. મહિલાના પિતાએ સાસરિયાવાળાઓ પર દહેઝ માંગવાનો આરોપ લગાવ્‍યો છે.

(12:00 am IST)