Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગૂગલે ભારતીય વાયુસેનાની વિડીયો ગેમ Indian Air Force: A Cut Above ને બેસ્ટ ગેમ 2019 કરી જાહેર

કમાન્ડર અભિનંદનની બહાદુરી બતાવતી વિડીયો ગેમ યૂઝર્સ ચોઈસ ગેમ' કેટેગરીમાં નોમિનેટ

 

નવી દિલ્હી : ગૂગલે ભારતીય વાયુસેનાના વર્તમાન કમાન્ડર અભિનંદનની બહાદુરી બતાવતી વિડીયો ગેમ Indian Air Force: A Cut Above ને બેસ્ટ ગેમ 2019ની 'યૂઝર્સ ચોઈસ ગેમ' કેટેગરીમાં નોમિનેટ કરી છે. ખરેખર એરફોર્સના પૂર્વ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ 31 જુલાઈએ લોન્ચ કરી હતી.

   વિડીયો ગેમનું ટીઝર 20 જુલાઈએ રિલીઝ થયું હતું. વિડીયો ગેમ શરૂ કરવાનો હેતુ યુવાનોને ભારતીય વાયુ સેનામાં જોડાવા માટે પ્રોત્સાહન આપવાનો હતો અને દેશમાં માટે સેવાની ભાવના કેળવવાનો હતો. ભારતીય એરફોર્સ તેમની પ્રથમ વિડિયો ગેમની ભવ્ય સફળતાથી ઘણું ખુશ છે. એરફોર્સે તેમને ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી યૂઝર્સને અપીલ કરી છે કે, તે 3D ગેમને જીતાડવા માટે વોટ કરે જેથી યૂઝર્સ ચોઈસ ગેમ કેટેગરી 2019નો પુરસ્કાર ગેમને મળી શકે.

  એક ઓનલાઈન મલ્ટીપ્લેયર બેટલ ગેમ છે, જેમાં પ્લેયર્સને ઈન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવતા કોમ્બેટ મિશનનું શાનદાર વર્ચુઅલ એક્સપીરિયન્સ મળે છે. પ્લેયર્સને ગેમમાં ઓરિજનલ પાયલટનો અનુભવ અપાવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગેમ રમતા પ્લેયર્સને ફાઈટર જેટ અને હેલિકોપ્ટર ઉડાવતા દુશ્મનોને ખત્મ કરવાના હોય છે.

(11:50 pm IST)