Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહારાષ્ટ્રમા જો સતાના સમીકરણ બદલાશે તો ભાજપ મોટી પાર્ટી હોવા છતાં વિધાન પરિષદમાં પડશે ફટકો

વર્ષ 2020માં ખાલી પડેલી 26 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો શિવસેના , NCP અને કોંગ્રેસને મળશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની ખેંચતાણને કારણે સતાના સમીકરણો બદલાશે તો ભાજપ સૌથી મોટો પક્ષ હોવા વિપક્ષમાં બેસવાની ફરજ પડશે તેમજ  ભાજપને હવે વિધાન પરિષદમાં પણ મોટો ઝટકો લાગશે. વિધાન પરિષદની 26 બેઠકો પર વર્તમાન MLCનો કાર્યકાળ વર્ષ 2020 માં સમાપ્ત થાય છે. આ બેઠકો પર ભાજપને હાલાકી પડી શકે છે. મહારાષ્ટ્રમાં સત્તાના નવા સમીકરણ સાથે ભાજપ માત્ર સરકારની બહાર નીકળી રહ્યું નથી, પરંતુ તેને વિધાન પરિષદમાં પણ મોટો આંચકો લાગશે.

જો કોંગ્રેસ - NCP અને શિવસેના સંગઠનની સરકાર આવે છે, તો રાજ્યપાલ નોમિની અને વિધાનસભા દ્વારા ચૂંટાયેલી બેઠકો ઓછી થઈ જશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભાજપ ઘણી બેઠકો ગુમાવશે.

વર્ષ 2020 માં, 12 નામાંકિત રાજ્યપાલો, ધારાસભ્યો દ્વારા ચૂંટાયેલી 9 બેઠકો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી ચૂંટાયેલી 5 બેઠકો ખાલી થઈ રહી છે. ભાજપ પાસે હાલમાં 22 વિધાન પરિષદની બેઠકો છે. જો શિવસેના-ભાજપે એક સાથે સરકાર બનાવી હોત, તો ભાજપને 26 માંથી ઓછામાં ઓછી 13 બેઠકો મળી હોત

(12:00 am IST)