Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

યુ.એસ.માં યોજાયેલી E એન્ડ Y સ્પર્ધાની ઇમજીઁગ કેટેગરીમાં નેશનલ વિનર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કબીર બરડેની પસંદગી

ન્યુયોર્કઃ યુ.એસ.સ્થિત અર્ન્સ એન્ડ યંગ (EY)એ ૧૬ નવેં.૨૦૧૯ના રોજ કરેલી ઘોષણાં મુજબ ઇમર્જીગ કેટેગરી ઓફ E એન્ડ Yના નેશનલ વિનર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કબીર બરેડની પસંદગી કરવામાં આવી છે.

શ્રી કબીર એટલાન્ટા સ્થિત 'વન ટ્રસ્ટ'ના ફાઉન્ડર તથા ceo છે. તથા કંપનીઓની પ્રાઇવસી, સિકયુરીટી, તેમજ થર્ડ પાર્ટી રિસ્ક ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત છે. જેની ૩ હજાર ઉપરાંત કંપનીઓ કલાયન્ટ છે.

શ્રી કબીર જયોર્જીયા ટેક.ના ગ્રેજ્યુએટ છે. તથા વન ટ્રસ્ટની એટલાન્ટા ઉપરાંત લંડન, બેંગલોર, સાન ફ્રાન્સિસ્કો,હોંગકોંગ સહિતના સ્થળે શાખાઓ ધરાવે છે તેમના એક હજાર ઉપરાંત કર્મચારીઓ છે.

(8:22 pm IST)