Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

અમેરિકામાં AAPI ન્યુજર્સી ચેપ્ટરનું અધિવેશન યોજાયું: ૩૦૦ ઉપરાંત મેમ્બર્સએ હાજરી આપી

ન્યુજર્સીઃ યુ.એસ.ના ન્યુજર્સીમાં આવેલા નેવાર્ક મુકામે તાજેતરમાં ૯ નવેં.૨૦૧૯ના રોજ AAPI ન્યુજર્સી ચેપ્ટરનું પ્રથમ અધિવેશન યોજાઇ ગયું. જેમાં સમગ્ર ન્યુજર્સી સ્ટેટમાંથી ૩૦૦ ઉપરાંત મેમ્બર્સ ઉમટી પડ્યા હતા.

અધિવેશનમાં AAPIના ન્યુજર્સી ચેપ્ટરમાં ૫૦૦ મેમ્બર્સને માર્ગદર્શન આપવાનો લક્ષ્યાંક વ્યકત કરાયો હતો. તથા ચાલુ વર્ષમાં ચેપ્ટર દ્વારા ભેગા કરાયેલા ૫૦ હજાર ડોલરનો ઉપયોગ કાશ્મીરમાં આતંકવાદનો ભોગ બનેલા સૈનિકોના પરિવારો માટે કર્યો હોવા અંગે માહિતી આપવામાં આવી હતી.

ઉપરાંત કેરાલા પૂર રાહત માટે પણ ફંડ ભેગુ કરી સ્થળ ઉપર પહોચાડાયુ હતું તે અંગે માહિતી આપવામાં આવી હતી. તથા સ્થાનિક કોમ્યુનીટીને હેલ્થફ્રેર માધ્યમ દ્વારા રોગ થતા અટકાવવા માર્ગદર્શન આપવા તેમજ માનસિક રોગ નિદાન સેવાઓ આપવાની નેમ વ્યકત કરાઇ હતી. તેમજ ન્યુજર્સીને અમેરિકાનું AAPIનું સૌથી મોટુ ચેપ્ટર બનાવવાનો લક્ષ્યાંક વ્યકત કરાયો હતો.

ન્યુજર્સી AAPI ચેપ્ટર કોર કમિટીના ડો.જયેન્દ્ર પટેલ, ડો.હેતલ ગોર, ડો.સાંકેત રૂપારેલિયા, ડો.પ્રકાશ પારગી, ડો.જયેશ કાનુગા, ડો.પ્રીતિ સરન, ડો.સરવાનાર સહિતનાઓએ અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન કરાવવા જહેમત ઉઠાવી હતી.

(8:19 pm IST)