Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મુંબઇની 21 વર્ષીય તેજસ્વી પ્રભુલકરે સૌથી વધુ 103 ટેટૂ કરાવવાનો રેકોર્ડ નોંધાવ્યો

ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું

મુંબઇની 21 વર્ષીય તેજસ્વી પ્રભુલકરે સૌથી વધુ ટેટૂ કરાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શરીર પર ટેટૂ કરાવવું એ હવે શોખ બની ગયો છે. લોકો પોતાનું નામ, ગમતી વ્યક્તિનું નામ કે કોઇ ચિત્રના ટેટૂ કરાવે છે. તેજસ્વીએ તેના બૉડી પર પૂરા 103 ટેટૂ ચિતરાવીને સૌથી વધુ ટેટૂ વાળી મહિલા બની ગઇ છે. તેને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

   તેણે ટેટૂ કરાવવાનું 4 વર્ષ અગાઉ શરૂ કર્યું હતું, જેમાં જીવનના ખાસ પ્રસંગો-ક્ષણોને ટેટૂમાં ઉતાર્યા છે. શરૂમાં તેના માતા-પિતાને તેના ટેટૂ સામે વાંધો હતો પણ હવે તેમનો વિરોધ ઓછો થયો છે. તેજસ્વીએ તેના માતા-પિતાનું ટેટૂ પણ કરાવ્યું છે.

(12:43 am IST)