Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

હાય રે બેકારી :રાજસ્થાનમાં નોકરી નહિ મળતા ચાર યુવાનોએ ટ્રેન સામે પડતું મૂકી કર્યો આપઘાત ;છ મિત્રોએ કર્યું હતું પ્લાનિંગ

રાજસ્થાનમાં નોકરી નહી મળી રહી હોવાથી ચાર યુવકોએ ટ્રેનની સામે પડતુ મુકીને આત્મહત્યાની કોશિશ કરી હતી, જે પૈકીના ત્રણના મોત થયા છે.

અલવર શહેરમાં બનેલી ઘટનાના પગલે હાહાકાર મચી ગયો છે. પહેલા તો 6 મિત્રોએ આપઘાત કરવાનુ પ્લાનિંગ કર્યુ હતુ. એ પછી ચાર યુવાનો એફસીઆઈના ગોડાઉન પાસેથી પસાર થતી રેલવે લાઈન પર પહોંચ્યા હતા. જ્યાં તેઓ ટ્રેનની સામે પાટા પર કુદી ગયા હતા. જેમાંથી 3ના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રુપથી ઘાયલ થયો હતો. બાકીના બે મિત્રોએ છેલ્લી ઘડીએ આત્મ હત્યા કરવાનો વિચાર બદલી નાંખ્યો હતો.

બચી ગયેલા મિત્રોના કહેવા પ્રમાણે નોકરી મળશે કે નહી તેનિ તમામને ચિંતા હતી. જીવન ગુજારવુ મુશ્કેલ હોવાથી જીવતા રહીને શું કરીશું તેવુ લાગતુ હતુ. મરનાર પૈકીના એક સત્યનારાયણ મિણા નામના યુવાને ઘટનાના થોડા કલાક પહેલા ફેસબૂક પર માહી ધ કિલર નામનો વીડિયો પણ અપલોડ કર્યો હતો.

(12:34 am IST)