Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિએ શીખોને ભારત સરકારની ભેટ : ભારતના પંજાબથી પાકિસ્તાનના પંજાબ વચ્ચે કોરિડોર બંધાવાશે : પાકિસ્તાનના પંજાબમાં આવેલા કરતારપુર સાહેબના દર્શન કરવા જવા માટે આ રસ્તા ઉપરાંત વીઝા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

ન્યુદિલ્હી : કેન્દ્રીય મિનિસ્ટર અરુણ જેટલીએ આજરોજ કરેલી ઘોષણા મુજબ પાકિસ્તનમાં આવેલા કરતારપુર સાહેબના દર્શન કરવા જવા માટે ભારતના પંજાબમાં આવેલા ગુરદાસપુરથી પાકિસ્તાનના પંજાબમાં આવેલા કરતારપુર સુધી કોરિડોર બંધાવાશે.3 કિલોમીટર લાંબા રસ્તા ઉપરથી શીખો કરતારપુરના દર્શને જઇ શકશે.જ્યાં ગુરુ નાનકદેવે તેમના જીવનના 18 વર્ષ વિતાવ્યા હતા. સ્થળે જવા માટે સ્થળ ઉપરથી વિઝાની સુવિધા પણ ઉપલબ્ધ બનાવશે.તેવું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલી કેબિનેટ મિટિંગમાં નક્કી કરાયું છે. માટે પાકિસ્તાન સરકાર સાથે વાટાઘાટ કરાશે

(6:25 pm IST)