Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મોદી કરતા સુષ્મા સારા :મોદીના સ્થાને સુષ્મા વડાપ્રધાન : હોત તો એનડીએ સરકાર વધુ સફળ થાત :દિગ્વિજયસિંહ

ગઠબંધનની રાજનીતિ દેશ માટે જરૂરી કારણ કે આ લડાઈ વિચારધારાની છે

કોંગ્રેસના મહાસચિવ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે કહ્યુ છે કે તેમના માટે સુષ્મા સ્વરાજ સમ્માનીય છે. જો નરેન્દ્ર મોદીના સ્થાને સુષ્મા સ્વરાજ વડાપ્રધાન હોત. તો એનડીએની હાલની સરકાર વધારે સફળ થાત. તેમણે કહ્યુ છે કે ગઠબંધનની રાજનીતિ દેશ માટે જરૂરી છે. કારણ કે આ લડાઈ વિચારધારાની છે.

   દિગ્વિજયસિંહે એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે દેશના હિતમાં ગાંધીજીની વિચારધારા જ કામ કરશે પંડિત નહેરુ,રામમનોહર લોહિયા, કાંશીરામની વિચારધારા કામ કરશે પરંતુ ગોડસે કે ગોલવલકરની વિચારધારા કામ કરશે નહીં

વિદેશ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે  મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન ઈન્દૌરની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ 2019ની લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છતા નથી. પરંતુ જો પાર્ટી દ્વારા નિર્ણય કરવામાં આવશે તો તેઓ તેના પર ફેરવિચારણા કરશે.

 તેમણે કહ્યું છે કે પાર્ટીને પોતાની મનસા જણાવી દીધી છે અને આખરી નિર્ણય તેમની પાર્ટી દ્વારા લેવાવાનો છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશની વિદિશા લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ છે. તેમની તબિયતમાં ઘણાં ઉતાર-ચઢાવ પણ આવતા રહ્યા છે. તેને જોતા કદાચ સુષ્મા સ્વરાજે 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે.

 

(2:02 pm IST)