Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથનો વધુ એક કથિત વિડીઓથી રાજકીય હડકંપ

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યમાં કોંગ્રેસના મુખ્યપ્રધાન પદના દાવેદાર કમલનાથનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયોમાં કમલનાથ કહી રહ્યા છે કે જો 90 ટકા મુસ્લિમો કોંગ્રેસને વોટ નહીં આપે. તો કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા છે.

 એક મીડિયા અહેવાલ મુજબ કમલનાથે સાત સપ્તાહ પહેલા મુસ્લિમ નેતાઓ સાથેની ગુપ્ત બેઠકમાં જણાવી હતી. તેમણે તે વખતે વધુ ઘણાં નિવેદનો પણ આપ્યા છે. જેમા આદિવાસી વોટ અને ગુનાહિત મામલામાં સંડોવાયેલા ઉમેદવારને ટિકિટ આપવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

   મુસ્લિમ નેતાઓ સાથેની કથિત બેઠકના કથિત વીડિયોમાં કમલનાથ કહી રહ્યા છે કે અમે આદિવાસી વોટને કારણે નથી જીતતા. તેઓ તો ત્યાં બાવીસથી ચોવીસ ટકા છે. ભાજપનો પણ આદિવાસી વોટ પ્રતિશત છે. તે તો વહેંચાઈ જાય છે. બાકી સમાજ જ તેમને જીતાડે છે. તેમણે એ જોવું પડશે કે આમા શું ગણિત છે. અમે તો ઈચ્છીએ છીએ કે તમારા સમાજના વધારે ઉમેદવાર ઉભા રાખી શકીએ. સાથે જ અમારે અને તમારે એ જોવું પડશે કે ભાજપની શું રણનીતિ છે? કેવી રીતે તેઓ સમાજમાં મતદાતાઓને વિભાજીત કરવાની કોશિશ કરે છે. આજે તેમની પાસે માત્ર હિંદુત્વનું કાર્ડ બચ્યું છે. આગામી એક માસ તમે લોકોને આનાથી સાવધાન કરશો. મને જાણકારી છે કે તેમણે શું વિચારી રાખ્યું છે. કેવી રીતે વિભાજન કરવાની કોશિશ કરશે.

(1:37 pm IST)