Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મધ્ય પ્રદેશની સ્કૂલ વેન-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત: 6 બાળકો સહિત સાત લોકોના મોત

સતનામા સવારે સ્કૂલ વનને બસે ટક્કર મારી :રાહત બચાવ કાર્ય પુરજોશમાં ચાલુ

મધ્ય પ્રદેશના સતનામાં આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે એક સ્કૂલ વેનને બસે ટક્કર મારી હતી  જેમાં શાળાના છ બાળકો સહિત કુલ સાત લોકોના મોત નીપજ્યા છે

  મળતી જાણકારી અનુસાર સ્કૂલ વેનમાં બાળકો કોન્વેન્ટ સ્કૂલ જઈ રહ્યા હતા. આ દરમિયાન આ રોડ અકસ્માત થયો. આસપાસના લોકોએ ઘટના સ્થળ પરથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા અને મૃતકોના શબ બહાર કાઢ્યા હતા ઘટનાની જાણકારી મળતા જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવાયુ હતું

  આ દૂર્ઘટના સતના જિલ્લાના બિરસિંગપુર વિસ્તારની છે જ્યાં તમામ બાળકો પગાવર ગામથી સ્કૂલે જઈ રહ્યા હતા. આ બધા બાળકો બિરસિંહપુર લકી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. સ્કૂલ વેનને રીવા-ચિત્રકૂટ વચ્ચે ચાલતી બસે ટક્કર મારી દીધી હતી ત્યારબાદ વેનના ફૂરચા ઉડી ગયા હતા. દૂર્ઘટનામાં 8 બાળકો પણ ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વેનના ડ્રાઈવર સહિત સાત લોકોના મોત નીપજ્યા છે. જાણકારી અનુસાર બસ સેમરિયા તરફથી આવી રહી હતી.

(1:37 pm IST)