Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સૈન્યના કેમ્પ પર આતંકી હુમલો :એક નાગરિક ઘાયલ

સ્કોસ્ટ રિસર્ચ સેન્ટરમાં આવેલા સૈન્ય કેમ્પ પરહુમલા બાદ જવાબી કાર્યવાહી છતાં આતંકીઓ ફરાર ;સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સૈન્યના આરઆર કેમ્પમાં સવારે આતંકવાદી હુમલો થયો હતો.આ હુમલામાં સ્થાનિક નાગરિક ઘાયલ થયો છે. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી છતાં આતંકવાદીઓ ફરાર થતા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે

   જાણવા મળતી વિગત મુજબ જમ્મુ-કાશ્મીરમાં કુલગામના સ્કોસ્ટ રિસર્ચ સેન્ટરમાં આવેલા સૈન્ય કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓની શોધ માટે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

 

(12:14 pm IST)