Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ડ્રિપ પુલ પ્રોગ્રામ નાના - આંશિક ખેડૂતોની આજીવિકામાં સુધારો કરશે

ડ્રિપ પુલ પ્રોગ્રામ હેઠળના ખેડૂતો કપાસના વાવેતરમાં ટપક સિંચાઇ ના કરતા ખેડૂતોની તુલનામાં ૩૧ ટકા વધુ કુલ આવકને મેળવીને મજા માણી રહ્યા છે

નવી દિલ્હી તા. ૨૨ : પીડબલ્યુસીના તાજેતરમાં એક કેસ અભ્યાસમાં જાહેર થયું છે કે, ડ્રિપ પુલ પ્રોગ્રામ- એ એક એવો પ્રોગ્રામ છે, જેને ભારતના કપાસના ખેડૂતોને માઇક્રો સિંચાઈની ટેકનોલોજી (ડ્રીપ ઇરીગેશન)નો ઉપયોગ એક સામાજિક ફંડિંગ મેકેનિઝમના ઉપયોગ કરીને સક્ષમ બનાવ્યા છે, જેનાથી કપાસના ખેડૂતોની નોંધપાત્ર મજૂરી, પૈસા અને પાણીનો બચાવ થઈ શકે. આ પ્રોગ્રામ પર્યાવરણના પડકારોને સંબોધે છે અને એગ્રો-ઇકોલોજીકલ શોધના મહત્વને હાઈલાઈટ કરે છે તથા ભારતના નાના તથા આંશિક ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે સમાજિક પહેલ પણ હાથ ધરે છે.

સી એન્ડ એ ફાઉન્ડેશન દ્વારા આગા ખાન ફાઉન્ડેશન અને આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ (ઇન્ડિયા)ની સાથે સંયોજનથી ડ્રિપ પૂલ પ્રોગ્રામની શોધ કરવામાં આવી છે, તેને પરિણામે ગુજરાત ભારતમાં ટપક સિંચાઈ પદ્ઘતિનો ઉપયોગ ન કરતા ખેડૂતોની તુલનામાં કપાસના વાવેતરમાં તેમની ચોખ્ખી આવકમાં ૩૧ ટકાનો વધારો નોંધાયો છે. એક ખેડૂતો જેઓ તાજેતરમાં આ પ્રોગ્રામમાં જોડાયા છે, તેમની કુલ આવકમાં રૂ.૨૦,૭૭૫ (૨૭૭ યુરો) જેટલો વધારો નોંધાયો છે. અન્ય ખેડૂતોની ખેતીના મૂલ્યમાં ૮૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પ્રોગ્રામ ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ઘતિને સળતાથી મેળવવામાં મદદ કરે છે, જેમાં એક નાનકડી પાણીની બૂંદ સાથે પાકની સિંચાઈ, ખેડૂતોના સમય અને પૈસાના બચાવ તથા પાણીના વ્યયમાં ઘટાડાનો સમાવેશ થાય છે. ખેડૂતો પણ પર્યાવરરણ અને કૃષિનીતિની અસરોને જોઈ રહ્યા છે. પ્રોગ્રામ હેઠળ નોંધવામાં આવ્યું છે કે, કપાસમાં પ્રતિકિલોએ ખેડૂતોએ ફકત ૧,૧૯૧ લિટર પાણીનો ઉપયોગ કર્યો છે, તેની સામે પ્રોગ્રામ હેઠળ ન આવતા ખેડૂતોએ ૫,૯૨૩ લિટર પાણીનો વપરાશ કર્યો છે. આ ઉપરાંત તેમના ઉત્પાદનમાં સમાનતા, વધુ સારા કપાસના બીજનું ઉત્પાદન અને ખાતરના મૂલ્યની ક્ષમતામાં વધારા જેવા લાભોનો પણ સમાવેશ થાય છે, સાથોસાથ નિંદણ અને નીચી લેબર મૂલ્યમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

(10:55 am IST)