Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કાશ્મીરમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવે તે પહેલા ગર્વનરે વિધાનસભા કરી ભંગ કરી દીધી

સરકાર રચવાની કવાયતને મોટો ઝટકો લાગ્યો

જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવાની કવાયતને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કલમ-53 અંતર્ગત જમ્મુ-કાશ્મીર વિધાનસભાને ભંગ કરી છે. આ પહેલા ભાજપ સાથેથી અલગ થયેલી પીડીપી હવે કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રેન્સ સાથે મળીને સરકાર રચવા કવાયત હાથ ધરી હતી. પીડીપી નેતા મહેબૂબા મુફ્તી રાજ્યપાલને પત્ર લખીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

બીજીતરફ પીડીપીમાં ભંગાણ પડવાના એંધાણ છે.  પીડીપીના ધારાસભ્ય ઇમરાન અંસારીએ દાવો કર્યો કે, તેમની સાથે 18 ધારાસભ્યો છે. મહેબૂબા મુફ્તીએ પત્ર શેર કરતા ટ્વીટ કહ્યું હતું કે, તેને રાજભવન મોકલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે  તેમણે કહ્યું કે, જલ્દી રાજ્યપાલ સાથે મુલાકાત થશે.

  રાજ્યપાલને મોકલેલા પત્રમાં મુફ્તીએ લખ્યું, જેમ તમને  ખ્યાલ છે કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી રાજ્યની વિધાનસભામાં 29 સભ્યોની સાથે સૌથી મોટી પાર્ટી છે. તમને  મીડિયા રિપોર્ટોથી ખ્યાલ આવી ગયો હશે કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે રાજ્યમાં સરકાર બનાવવા માટે  અમારી પાર્ટીને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે

(12:00 am IST)