Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

યુ.એસ.માં આર્ય સમાજ હયુસ્ટનના ઉપક્રમે ૧૦ નવેં.ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાયોઃ આર્યસમાજના સ્થાપક સ્વામી ધ્યાનંદ સરસ્વતીના નિર્વાણ દિન નિમિતે શ્રધ્ધાંજલી આપીઃ હવન, સાંસ્કૃતિક કાર્યક્રમો,રમત ગમત, ફટાકડાની આતશબાજી સાથે દિવાળી મેલાનું આયોજન કરાયું

હયુસ્ટનઃ યુ.એસ.માં આર્ય સમાજ હયુસ્ટનના ઉપક્રમે ૧૦ નવેં.૨૦૧૮ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાયો હતો. આ દિવસ આર્યસમાજના સ્થાપક સ્વામી ધ્યાનંદ સરસ્વતીનો નિર્વાણ દિન હોવાથી તેમને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

આ તકે હવન કરાયો હતો. તથા પર્યાવરણ શુધ્ધિ માટે હવનના મહત્વ વિશે સમજુતિ અપાઇ હતી. ઝ્રખ્સ્ સ્કુલના બાળકોએ ડાન્સ, ગીતો, સહિતની કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ઉપરાંત ફુડ સ્ટોલ રમત ગમત, રેફલ ફેસ પેન્ટીંગ આર્ટ પેંન્ટીંગ, તથા ફટાકડાની આતશબાજીના કાર્યક્રમો સાથે દિવાળી મેલાનું આયોજન કરાયું હતું. તેવું ત્ખ્ફ દ્વારા જાણવા મળે છે.

(9:24 pm IST)